________________ 14 પરિચ્છેદ ( 17 ) - “હવે જે વધુ સમય નીકળી જાય તો મારે બધે ભેદ ખુલી જાય. હું વિચાર જ કરતું હતું કે અહીંથી શી રીતે નાસી છૂટવું? = લગ્ન પછી, ઉત્સવ નિમિત્ત વારાંગનાઓના નાચ-ગાન ચાલતા = હતા. આખું નગર આનંદ-કલેલમાં ઉન્મત્ત બન્યું હતું. હું - એકલો ભય ને ચિંતાને લીધે ઉદ્વિગ્ન હતું. મારી ઉદ્વિગ્નતા એક યુવતી જાણ ગઈ. તેણીએ અતિશય લજજાપૂર્વક મારી પાસે - આવી, કેઈ ન જાણે એ રીતે પિતાની મુદ્રિકા મારી સામે ધરી. એ મુદ્રિકા મારી પિતાની જ હતી. જે યુવતીને મેં એક વાર ગાંડા હાથીના હુમલામાંથી બચાવી હતી તે જ આ યુવતી હેવી જોઈએ એ નિશ્ચય કરતાં મેં બહવાર ન લગાવ. દેવ પિતે જ મારા બચાવ માટે બધી તૈયારી કરી રહ્યું છે એ વિષે મને ખાત્રી થઈ. - સખીઓને સંબોધી એ તરૂણી આજ્ઞા ફરમાવતી હોય તેમ બોલીઃ " કનકમાળનું શરીર આજે ઠીક નથી. વાર વિશ્રાંતિને માટે અમે અશોકવનમાં જઈએ છીએ. તમે બધા અહીં રહેશે અને આ નાટારંગ પૂરું થાય ત્યારે સમાચાર આપજો.” હું જ્યાં અંધકાર ભાળતું હતું ત્યાં આ તરૂણીએ પ્રકાશ પાથર્યો. પછી અમે બને અવિલંબે અશોકવાટિકામાં ગયાં. | મુદ્રિકાની આપ-લે ઉપરથી કેટલુંક તે આપોઆપ સમજાઈ ગયું હતું, એટલું છતાં જેને લીધે હું વિયેગનું અસહ્ય કષ્ટ જોગવી રહ્યો હતો, જેની ખાતર ઘણાખરા શહેરો અને ગામમાં ભૂખે ને તરસ્યો રખડ્યો હતે તે મારી નેહરાજ્ઞી કયાંની અને કેની પુત્રી છે? તે જાણવાની ઉત્સુકતા દબાવી શકશે નહીં. મારા પ્રશ્નના જવાબ કેવા મળ્યા તે હું પિતે કહું એના કરતાં એમના મુખેથી સાંભળવામાં તમને કંઈ વિશેષ વિનોદ મળશે. અમારી સૌની નજર એ નવી યુવતી તરફ વળી. સહેજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust