________________ ( 276 ) સતી સુરસુંદરી ઘા કરનાર મદનવેગ જ હોવું જોઈએ એ વિષે કઈ શક ન રહ્યો. આ છેલ્લા બનાવને લીધે મકરકેતને બહુ લાગી આવ્યું. એને વિચાર થી કે પુત્રના દુરાચરણને સમજવા છતાં મેં કેટલે પ્રમાદ સેવ્યો ? ખરી રીતે તે મારે પહેલી જ તકે ધર્મકાર્ય કરવામાં ઉદ્યત થવું જોઈતું હતું, પણ મારી આંખ ન ઉઘ4. કદાચ હું પોતે આટલી ભેગાસક્તિ સાથે આધ્યાન ધરતે મરી ગયે હેત, મહાપુણ્યના વેગે પ્રાપ્ત થએલા જૈન ધર્મની સારી રીતે આરાધના ન કરી હોત તે મહારી શી ગતિ થાત? મકરકેતુની વૈરાગ્યભાવના દિવસે દિવસે વધુ દઢ અને ગંભીર બનતી ચાલી. એટલામાં એક સેવક વિદ્યાધરે આવી સમાચાર આપ્યા કે “કુસુમાકર-ઉદ્યાનમાં ચિત્રવેગસૂરિ પધાર્યા છે. " રાજાને એ સમાચારથી રૂંવે રૂંવે હર્ષ વ્યાપે. વધામણ લઈ આવનારને સારું ઈનામ આપી સંતુષ્ટ કર્યો, અને પોતે અંતઃપુરને સાથે લઈ સૂરીશ્વરને વંદના કરવા નીકળે. શ્રી ચિત્રવેગ મુનીંદ્ર અને અમરકેતુ વિગેરે મુનિવરોને ભક્તિપૂર્વક વંદન કરી મકરકેતુ એમની સામે વિનયપૂર્વક બેઠે. વિશુદ્ધ ચારિત્રપાલક, લોકપકારી શ્રી ચિત્રવેગસૂરિએ પાવનકારી દેશના સંભળાવી. ધર્મની મહત્તા અને રાગ-દ્વેષના ભયંકર પરિણામે વિષે એમણે વિસ્તારથી વિવેચન કર્યું. પ્રમાદને અંગે મનુષ્ય પણ પશુ જે જ બને છે એ વાત તેમણે સરસ રીતે સમજાવી. બાહ્ય શત્રુ કરતાં પણ પ્રમાદ માણસને ઘણું દુઃખ આપે છે–પ્રમાદ જ. મનુષ્યને ભવરૂપી સમુદ્રમાં એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust