________________ ( 272 ) સતી સુરસુંદરી અંદરથી બારણા બંધ કર્યા. ક્ષણવાર આઅવળી આનંદવિનંદની વાત કરી અને એ પછી તેણે એક દાબડામાં પેલી દિવ્યમણિવાળી વીંટી જાળવીને મૂકી. એ જ વખતે પુત્રરૂપી સાક્ષાત્ જમદેવે દાસીનાં સ્વરૂપમાં ખડ્રગ ખેંચ્યું. માતા અને પિતા જે સમયે અતિ ગુપ્ત ગેછી ચલાવી રહ્યા છે અને જે સમયે કોઈ પણ દાસ કે દાસી હાજર થવાનું ઉચિત ન સમજે તે જ સમયે પુત્રે એમની સામે ધારદાર ખર્ગ ઉગામ્યું. એક પુત્ર પોતાના પિતાને આવા સમયને વિષે મારવા તૈયાર થાય એ કેટલું આશ્ચર્યજનક છે? રાગ-દ્વેષવડે જ આ સંસારના બધાં અભિનયે ભજવાય છે. રાગથી છેષ થાય છે અને દ્વેષથી વૈર જમે છે. વૈર પ્રાણીને ઘાત કરાવે છે અને પ્રાણીહિંસા પાપકર્મોનો બંધ બાંધે છે. પછી પ્રાણીઓ તે પિતાના પરિણામે તિર્યંચ અને નરકના દારૂણ દુ:ખ ભોગવે છે, સંસારભ્રમણ કરે છે. આ કલેશમય સંસારસાગર તરવાને સારૂ રાગદ્વેષને ત્યાગ કરવા સિવાય બીજો કયે રાજમાર્ગ છે? - પોતાની સામે, પોતાના જ અંતઃપુરની એક દાસીને હાથમાં ખડ્રગ સાથે ઉભેલી જોઈને મકરકેત મહાઆશ્ચર્ય પામ્યા. લલિતા જેવી નારી આવી ભયંકર રણચંડી બને એવી એણે ક૫ના સરખી પણ કદિ નહોતી કરી. રાજાએ તત્કાળ પિતાની સ્તભિની વિદ્યાના બળથી તેને મૂર્તિની માફક સ્તબ્ધ બનાવી દીધી. લલિતા ! તને આ શું સૂઝયું? તને કયા દુષ્ટ પુરૂષ ભરમાવી?” રાણું ગભરાઈને બોલી. નહીં, આ લલિતા પિતે જાતે હોય એવું સંભવતું નથી. સ્ત્રી આટલું સાહસ કરી શકે જ નહીં. લલિતાના આકારમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust