________________ (238) સતી સુરસુંદરી. સ્વરૂપ ધરી, કેવી રીતે વિદ્યાઓને અપહાર કર્યો અને ત્યાર પુત્રને સમુદ્રમાં ફેંકી દીધો અને તે પછી પોતાના હૃદયને વિષે સતેષ અનુભવતે એ પિશાચ સુરસુંદરીને કેવી રીતે લઈ ગયા એ બધું તું જાણું શક્ય છે. સુરસુંદરીને તે લઈ જતા હતા તે જ વખતે એ પિશાચને ચવનકાળ આવી લાગ્યો તેથી આ બાળા આકાશમાંથી ઉદ્યાનમાં પર્વ. તારો પુત્ર સમુદ્રમાં તરત હતો તેને ધનદેવ વણિકનું વહાણ મળી ગયું. પછી તે એ વહાણ પણ ભાગ્યે-સમુદ્રની અંદર જ આરેહીઓ છૂટા પડી. ગયા. સદ્ભાગ્યે તારા પુત્રના હાથમાં એક પાટીયું આવ્યું અને તે કિનારે પહોંચે. પ્રિયંવદાએ તેને જે અને પોતાના સ્થાનમાં એને લઈ ગઈ. હે રાજન! તારો પુત્ર આજ સાંજ સુધીમાં તને મળી જ જોઈએ. તમારા પ્રશ્નોનાં બધા જવાબ એટલામાં - સમાઈ જાય છે.” - આચાર્ય મહારાજની સુખકર વાણી સાંભળી સુરસુંદરીએ અને બીજાં સાને બહુ જ પ્રફુલ્લતા થઈ. સંસારની વિચિત્રતાએ સોનાં હૃદય વીધી નાખ્યા. રાજાએ જ્યાં સુધી પુત્રને સમાગમ ન થાય ત્યાંસુધી આચાર્યના ચરણ પાસે જ બેસી રહેવાને નિશ્ચય કર્યો. 1ધનદેવે સુપ્રતિષ્ઠ આચાર્યની સામે બે હાથ જોડી વિનયપૂર્વક પૂછ્યું: “કનકવતીના સૈનિકોએ ઘેર સંગ્રામ કરી પલ્લી ભાંગી, અને ભીલે, સુભટે નાસી છુટ્યા ત્યારે આપ કયાં હતાં ? આપને આ શ્રમણપણામાં શી રીતે રૂચી ઉપજી?” - “હે ધનદેવ ! " ગુરૂ મહારાજે શાંત સ્વરોમાં કહેવા માંડયું. “સૈનિકની સાથે ઝઝુમતા મારે આ દેહ વીંધાઈ ગયે-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust