________________ પ્રથમ પછિદ. ( 7 ) હું એક સામાન્ય કલાસેવક છું. કુશાગ્રપુર એ મારી માતૃભૂમિ છે. અમારા મહારાજા ઘનવાહને જ્યારે સંસારથી વિરક્ત બની દીક્ષા ગ્રહણ કરી ત્યારે તેમણે રાજ્યની ધૂરા નરવાહન કુમારને માથે મૂકી. એ મહારાજા નરવાહનની બહેન કમલાવતી કરીને છે, તે મહારા પિતા પાસે જ અધ્યયન કરે છે અને તેનું જ આ ચિત્ર લઈ હું દેશ-દેશાંતર ફરૂં છું.” ચિત્રસેને પિતાની કથા આરંભી. આમ ઠેકઠેકાણે ચિત્ર બતાવવાથી કયે અર્થ સિદ્ધ કરવા માગો છે? રાજકન્યા કુંવારી હોય તો તેને માટે સ્વયંવર રચવે. એ જ સર્વોત્તમ ઉપાય છે. ચિત્ર જોયા પછી પ્રશંસા કરનારા તે સેંકડો મળી આવે!” મહારાજા અમરકેતુ છેલ્યા. “અમારા મહારાજાને પણ પ્રથમ તો આપ કહે છે તે જ સ્વયંવર રચવાને વિચાર હતો; પણ બહુ વિચાર કરતાં એ ચેજના માંડી વાળી. કેઈના લગ્ન જેવા માંગલિક પ્રસંગે રાજામહારાજાઓની અંદર મનદુઃખ કે યુદ્ધ થાય એ ઈચ્છવાગ્ય ન ગણાય. એક દિવસે અમારા મહારાજા અને મંત્રી અને જ વિચાર કરતા બેઠા હતા. કમલાવતીને ચોગ્ય પતિ શી રીતે શોધી કાઢવે એ પ્રન ચર્ચાતું હતું. એટલામાં એક નૈમિત્તિક ત્યાં આવી ચડ્યો. તેણે એ સમસ્યા ઉકેલી. કહ્યું કે “જે કઈ મહારાજા, કમલાવતીનું ચિત્ર જોતાં જ મૂચ્છ પામે તે તેને માટે એગ્ય પતિ નીવડશે એમ તમારે ચોક્કસ માનવું.” નૈમિત્તિકનું એ કથન આજે સત્ય નીવડ્યું છે, એટલે જ આપની મૂચ્છી વખતે અન્ય લોકો જ્યારે ખિન્ન અને ચિંતાતુર જણાતાં હતાં ત્યારે મારા મનમાં આશાની સફળતાને અને આનંદ પ્રવર્તતે હતે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust