________________ ( 8 ) સતી સુરસુંદરી. | દેવાંગના પણ જેના સૌંદર્ય અને લાલીત્ય પાસે પરાભવ પામે એવી રાજકન્યા કુદરતે પિતાને માટે જ નીમી છે એમ જાણુ મહારાજા અમરકેતુના આનંદનો પાર ન રહ્યો. તરત જ વિવાહની તૈયારીઓ થવા લાગી. આનંદોત્સવની ૯મીએ ઉછળી રહી, અને એક દિવસે શુભ મુહુર્ત કમલાવતી અને અમરકેતુ લગ્નની પવિત્ર ગાંઠથી જોડાયા. માતા-પિતાને સખીઓ વિગેરેથી જૂદી પડી કમલાવતી મહારાજા અમરકેતુના હસ્તિનાપુરને વિષે આવેલા અંતઃપુરમાં આવી રહી. કમલાવતીને, પિતાની એક સખી શ્રીકાંતાથી જુદા પડતાં બહુ દુઃખ થયું. શ્રીકાંતા અને કમલાવતી, કુશાગ્રપુરના એક જ ઉપાધ્યાયને ત્યાં સાથે ભણતાં અને આનંદ-કલેલમાં બાળપણના દિવસે નિર્ગમન કરતાં. કાંતાને પણ પિતાની વહાલી સખીનો વિયોગ દુ:ખરૂપ લાગ્યો. એ વખતે કમલાવતીનું લગ્નનિમિત્ત નૈમિત્તિકે રાજસભામાં ભાખ્યું હતું, તે જ વખતે સાગરશ્રેણીએ પણ પિતાની કન્યા-કાંતા વિષે એ જ પ્રકારને પ્રશ્ન પૂછળ્યો હતે. નૈમિત્તિકે સાગરશ્રેષ્ઠીને કહેલું કે “તમારી પુત્રીને એક કાળો સાપ કરડશે અને એ સાપના ઝેરમાંથી જે કેઈ પુરૂષ તેને બચાવશે તે જ તમારી પુત્રીને પતિ બનશે.” કમલાવતીના સંબંધમાં નૈમિત્તિકે ભાખેલું ભવિષ્ય અક્ષરશઃ સત્ય નીવડ્યું, પણ કાંતાનું ભવિષ્ય હજી અંધકારમાં હતું. વિધિના હાથમાં રમતાં આ બે રમકડાં અત્યારે તે જૂદી જૂદી દિશામાં તણાતાં ચાલ્યાં X X P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust