________________ સતી સુરસુંદરી થી વારે મહારાજાની મૂચ્છી વળી. ચિત્રમાં ચિતરેલી યુવતીનું રૂપ–સાંદર્ય વિચારતાં–અવલોકતાં તેમણે પોતાના શરી૨નું જે ભાન ગુમાવ્યું હતું તે પાછું આવ્યું. એટલા ટૂંકા સમયની અંદર તેમણે ભૂતકાલીન કંઈ કંઈ સ્મૃતિઓ તાજી કરી વાળી. સ્વસ્થ બની મહારાજાએ આસપાસ નજર નાખી–જે ચિત્રકારના પ્રતાપે તેમણે એક અતિ સુખમય સ્વપન નીરખ્યું હતું તે ચિત્રકારને બંધન અવસ્થામાં એક ખૂણે બેઠેલો જો. શરીર પરનાં બંધન સિવાય તે સર્વ પ્રકારે પ્રફુલ્લ દેખાયે. “આ પ્રવાસીને કોણે શા સારૂ આ રીતે જકડો મહારાજાને આંખમાં હેજ રોષ અને દુઃખ દેખાયાં. * “એ અધમ માણસે જ કઈ મંત્રતંત્ર કે કામણના વેગે આપને મૂછમાં નાખ્યા. અમે બધા જ્યારે વ્યાકૂળ હતા ત્યારે તે આહલાદ અનુભવતો હતો. હાર જે ભદ્રિક દેખાય છે તે જ ઉંડે અને મેલા મનને માણસ છે.” એક દરબારીએ ખુલાસો કર્યો. તે * મહારાજાએ બંધને ખેલી નાખવાની આજ્ઞા ફરમાવી. બંધન મુક્ત થતાં જ ચિત્રકાર ચિત્રસેન મહારાજને પ્રણામ કરી સન્મુખ આવી બેઠે. જાણે કઈ જ અઘટિત ન બન્યું હોય એમ હું સ્વસ્થતા ધારણ કરી રહ્યો. ' “હું પોતે તે તને નિર્દોષ માનું છું. મારી મૂરછમાં કઈ અદ્ભુત સુખને સંકેત સમાએલો હોય એવી મારી ખાત્રી થઈ છે. તું કોણ છે? કયાંથી આવ્યું છે? અને ક્યા હેતુન સિદ્ધિ માટે ચિત્ર લઈ પર્યટન કરે છે તે મને સમજાવ.” અમરકેતુએ સહજભાવે પૂછ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust