________________ 28 અર્થાત-જ્યાં બુદ્ધિ મિત્ર તરીકે સાથે હોય ત્યાં વિનાશ ન થાય અને બધા દેવે પણ સેવા કરે છે તથા દાસની માફક આગળ ચાલે છે. (59) , કુમારની પાસે પાંચ બાણો હતાં તેમાંથી એક તેણે તે ભેગીઓની સમક્ષ ભાંગી નાખ્યું. આ જોઈને ચગીઓએ તેને તે ભાંગવાનું કારણ પૂછ્યું, કુમારે જવાબ આપેઃ મેં પહેલાં તમે પાંચ છે એમ જાણ્યું હતું અને તમારો નાશ કરવાને પાંચ બાણ હું લાવ્યા હતા. પરંતુ મેં તમને ચારને જોયા, આથી મેં એક બાણ ભાંગી નાખ્યું. તમારી શોધમાં મેં આ વનમાં કેટલાય દિવસ ગાળ્યા છે. અત્યારે જ તમે મને મળ્યા છે. કુંવરનાં વચન સાંભળી રોગીઓને લાગ્યું કે તે કઈ બહાદુર પુરુષ જણાય છે, માટે કાંઈ યુક્તિ કરીને તેને જાળમાં સપડાવ જોઈએ. એમ વિચારીને તેઓએ કુમારને કહ્યું: હે પુરુષ! તમને સજજન જાણુને અમે તમારી પાસે આવ્યા છીએ. તમે શા માટે અમારા વિશે અવળું વિચારે છે? અમને તો આપ જેવાને સમાગમ થયો તેથી અમારી જાતને અમે ભાગ્યશાળી માનીએ છીએ. અમે તો સંસાર તજેલા ચગીએ છીએ. આ નિર્જન વનમાં આપ જેવા મહાન પુરુષ મળવાથી અમને શાંતિ થઈ છે. संसारभारखिन्नानां / तिस्रो विश्रामभूमयः // अपत्यं सुकलत्रं च / सतां संगतिरेव च // 6 // અર્થાત-સંસારના ભારથી ખિન્ન થયેલા ત્રણ શાંતિનાં સ્થળ છે. સંતાન, સુપત્ની અને સત્સમાગમ. (60) P.P. Ac. Gunratdasu@um. Saradhak Trust