________________ સુદર્શના છે I 93 પુરોહિતે જણાવ્યું, નૃપતિ ! સામાન્ય પ્રકારે આરણ્ય શાસ્ત્રમાં ધર્મના આઠ ભેદ જણાવ્યા છે. ત્યાગ, અધ્યયન, દાન, તપ, સત્ય, ક્ષમા, ઇંદ્રિયદમન અને નિર્લોભતા. વળી અન્ય શાસ્ત્રોમાં વિશેષ પ્રકારે આશ્રમ નિશ્રાએ ચાર પ્રકારને ધર્મ બતાવ્યું છે. પુત્રબ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને યતિ આશ્રમ (સંન્યસ્તાશ્રમ), જયાં સુધી બ્રાહ્મણને ઉપનયન (યજ્ઞોપવિતદાન) કરવામાં નથી આવ્યું ત્યાં સુધી ઈચ્છાનુસાર ચેષ્ટા, ભજન અને બેલવા વિગેરેની ક્રિયા તે પુત્ર અવસ્થા કહેવાય છે. ઉપનયન કર્યા બાદ બ્રહ્મચર્ય પાળવાપૂર્વક ગુરુને ઘેર વિદ્યાભ્યાસાદિ નિમિત્તે વસવામાં આવે છે. તે બ્રહ્મચર્યાશ્રમ કહેવાય છે. આ આશ્રમમાં સત્ય, શમ, તપ, શૌચ, સંતોષ, લજજા, ક્ષમા, સરલતા, જ્ઞાન, દયા, દમન અને ધ્યાન કરવાનું છે.–આ ધર્મ સનાતન છે. ત્યારપછી ગૃહસ્થાશ્રમ કરવાની ઈચ્છા હોય તે તે આશ્રમ મૂકી ગૃહસ્થાશ્રમમાં આવે અથવા તેવી ઇચ્છા ન હોય તો વાનપ્રસ્થાશ્રમ કે સંન્યસ્તાશ્રમ અંગીકાર કરે. ગૃહસ્થાશ્રમ ધર્મ પણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વિશ્ય અને શૂદ્ર એમ વણના ભેદથી ચાર પ્રકારે છે, બ્રાહ્મણો ગૃહસ્થાશ્રમમાં રહી પોતાના ષટ્ કર્મમાં આસક્ત રહે. પોતે ભણે, ભણાવે, દાન આપે, દાન ગ્રહણ કરે અને યજ્ઞ કરે કરાવે. આ પ્રમાણે બ્રાહ્મણોએ ગૃહસ્થાશ્રમ પાળવાન છે. ક્ષત્રીઓ દાન આપે, વિદ્યા ભણે, યજ્ઞ કરાવે, ન્યાયથી પ્રજાનું પાલન કરે, ધર્મમાં P Ac. Gunratnasuri M.S. દ Jan Gun Aaradhal