________________ સુદર્શન d72 / ઉત્પન્ન થવાની સાથે ક્ષણ વારમાં નષ્ટ થાય છે, યા વૃદ્ધાવસ્થામાં વિલય પામે છે. તેવા ક્ષણિક અને અસાર રૂપમાં રાચવા જેવું કે આનંદ પામવા જેવું કાંઈ નથી. વિદ્યા વિજ્ઞાનાદિ ગુણો પણ જે આત્માની ઉચ્ચ સ્થિતિ માટે ઉપયોગી કરવામાં ન આવે તો તેનું છતાપણું પણ દુઃખને અર્થે જ થાય છે, માટે પિતાજી ! કુલ, જાતિ, રૂપ, વીર્ય, વિદ્યા અને વિજ્ઞાનાદિ વિદ્યમાનતાને આશ્રય લઈ હર્ષિત થવું કે નિશ્ચિત થવું, તે મને તો ભાવી દુ:ખરૂપ જ લાગે છે. માતા, પિતા, સખી અને બંધવાદિના સંબંધના સંબંધમાં તાત્ત્વિક રીતે વિચાર કરતાં તેઓ એક જાતના દઢ બંધન સમાન જણાય છે અથવા રંગભૂમિમાં નૃત્ય કરનાર પાત્રોની માફક થોડા જ વખતમાં રૂપાંતર પામનાર છે, અર્થાત્ વિયેગશીલ છે. આ ગાયને વિલાપ તુલ્ય છે. નૃત્યો વિડંબના સરખાં છે અને આભૂષણો માત્ર ભાર કે બીજા તુલ્ય છે. ટૂંકામાં જણાવું તો ઇંદ્રિયના વિષયને પરિણામે દુ:ખદાયી જ છે. ઈત્યાદિ પિતા, પુત્રીને સંવાદ ચાલી રહ્યો હતો તે અવસરે જ્ઞાનનિધિ નામને પુરોહિત સભામાં આવ્યો. રાજાએ બેસવા નિમિત્તે આસન અપાવ્યું. પુરોહિત પણ રાજાને આશીર્વાદ આપી પોતાના આસન પર બેઠે. રાજાએ પુરોહિતને પ્રશ્ન કરતાં જણાવ્યું. દ્વિજવર ! ધર્માર્થી મનુષ્યોને માટે કયો ધર્મ સુખદાયી છે? કેમકે મારી પુત્રી ધર્માર્થી હાઈ ધર્મને માટે અરિહંત દેવનું શરણુ લેવા ધારે છે. A Gunratnasuri M.S. Jun Gun Aaradhak True