________________ સુદર્શન તું મીઠાં વચનોથી શાંત કર. આ ઊંચા અને ઉત્તમ રાજમહેલો, વિસ્તારવાળી રાજ્યલક્ષ્મી અને પાંચ ઈંદ્રયાને આહ્લાદ થાય તેવા ભાગ્ય પદાર્થો, તે સર્વે તારે ઉપભોગ કરવાને માટે જ છે ને. - પુત્રી ! જાતિ, કુલ, રૂપ, વીર્ય, વિદ્યા અને વિજ્ઞાનાદિ ગુણો તારામાં છે. આજ્ઞા ઉઠાવનાર તારો પરિવાર છે, છતાં તું આમ વૈરાગિત શા માટે થાય છે? રાજાનાં આ સર્વ વચને સુદર્શનાએ શાંતપણે શ્રવણ કર્યા. પ્રત્યુત્તરમાં તેણીએ જણાવ્યું કે–પિતાજી ! આપનું કહેવું સત્ય છે. પાંચ ઇંદ્રિનાં સુખ અહીં બહાળા વિસ્તારમાં છે. પરિવાર સર્વ ગુણવાન છે, તથાપિ આ સર્વ વસ્તુઓ અસ્થિર. અસાર, દારુણપરિણામવાળી અને વિષની માફક વિષમ સ્વભાવવાળી છે. કિંપાક વૃક્ષના ફળ સમાન વિષયસુખ, અને મરણ પામ્યા બાદ દેખાવ નહીં આપનાર સંબંધી વર્ગ તેનું સુખ તે તાત્વિક સુખ કેમ કહેવાય? વળી અનિયત સ્વભાવવાળાં જાતિ, કુળાદિકે કરીને આત્માને શું ફાયદો થવાનું છે? કાંઈ જ નહિ. અશુભ કર્મના ઉદયથી ઉત્તમ જાતિવાન પણ સ્વેચ્છાદિ નીચ જાતિમાં ઉત્પન્ન થાય છે. ત્યારે શુભકામના ઉદયથી સ્વેચ્છાદિ પણ ઉત્તમ જાતિમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જાતિ, કુળાદિનું આત્માની સાથે અનિયમિતપણું છે. રૂપ પણ આત્માને શું એકાંત સુખદાયી છે ? નહિ જ કેમકે યુવાન અવસ્થામાં શરીરની જે સૌંદર્યતા છે તે જ સૌંદર્યના શરીરમાં રોગ P.P AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust