________________ સુદર્શના I waa તત્પર રહે, અનાચારથી લોકોને પાછા હઠાવે, કર પ્રમુખના બોજાથી પ્રજાને પીડા ન કરે. જુગાર, દારૂ, માંસ, વેશ્યા, પારધીપણું [ આહેડે અગર શીકાર 1, પરધન, પરસ્ત્રી અને બીજા પણ આ લોક પરલોક વિરુદ્ધ કાર્યોને ત્યાગ કરે ધર્માર્થી ક્ષત્રીઓએ આ પ્રમાણે વર્તન કરવું જોઈએ. વિદ્યાભ્યાસ, વાણિજ્યકલા (વ્યાપાર) અને નૃપસેવા પ્રમુખ કર્મો વૈશ્યએ (વણિકેએ) કરવા અને નિરંતર ન્યાયધર્મમાં તત્પર રહેવું. આ વૈશ્યને ધર્મ યા ગૃહસ્થાશ્રમ છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વિશ્વનાં કર્મોથી રહિત, કૃષિ કર્મ (ખેતીવાડી), સુતાર, લુહાર, કુંભાર, હજામ, કડિયા, વિગેરેનાં કર્મો કરનાર શૂદ્રો કહેવાય છે. આ કર્મો કિલષ્ટ હોવાથી પામર જીને ઉચિત છે. કિલષ્ટ હોવાનું કારણ સ્મૃતિમાં બતાવ્યું છે કે–માછલાની જાળ નાખનાર મછિમાર બાર મહિનામાં જે પાપ કરે છે તે પાપ જમીન ખેડ કરી હાળી (હળ ખેડનાર) એક દિવસમાં કરે છે. શૂદ્રો પણ દેવ, ગુરુભક્તિમાં તત્પર રહે છે અને દાન આપે છે. હે રાજન્ ! આ પ્રમાણે ટૂંકમાં આપની પાસે મેં ગૃહસ્થાશ્રમ ધર્મ નિવેદિત કર્યો. ભૂમિશધ્યા, બ્રહ્મચર્ય અને તપશ્ચર્યાવડે આત્માને દમન કરવો, શરીરને દુર્બલ કરવું તે વાનપ્રસ્થાશ્રમ કહેવાય છે. સર્વસંગને ત્યાગ, બ્રહ્મચર્ય, ક્ષમા, જિતેન્દ્રિયપણું, એક સ્થળે વધારે વખત નહિં Jun Gun Aaradhak // 74il. 13 Ac: Gunratnasuri M.S.