________________ સુદર્શન મ | 64 // 64 { તેણીએ ધીરજ પણ ન આપી અને બોલાવ્યાં પણ નહિ. કેવળ તે સાર્થવાહ તરફ દષ્ટિ આપી મધુર વચને તેની સાથે સંભાષણ કરવા લાગી. * હે ધર્મબાંધવ! જિનંદ્રમતકુશળ ! મેં સાંભળ્યું છે કે તમારું આવવું ભરૂચ્ચ બંદરથી થયું છે. તમને કુશળ છે? - નિર્વાણુ માર્ગમાં આસક્ત થયેલા, કંદપ ગજેંદ્રને રવાધીન કરવામાં સિંહ તુલ્ય, અને પરોપકાર કરવામાં એકચિત્તવાળા મહાનુભાવ મુનિઓને ત્યાં કુશળ છે ? રાજકુમારીના મુખથી નીકળતા આ શબ્દો સાંભળી સાર્થવાહના આશ્ચર્ય પાર ન રહ્યો. તે વિચારવા લાગ્યા કે નિચે આ રાજકુમારીએ કોઈ પણ જન્મમાં ભવ્ય નગરમાં મુનિઓને વંદન કર્યું જણાય છે. અથવા દઢ કર્મરજજુથી બંધાયેલા અને સંસાર પરિભ્રમણને પરાધીન થયેલા જીવોને એવું કોઈ પણ સ્થળ નથી કે જેને તેણે સ્પર્શ કે અનુભવ કર્યો ન હોય. તે શહેરમાં પૂર્વના જન્મમાં આ રાજકુમારીએ કોઈ પણ મુનિવરના મુખથી કઈ પણ સમયે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરેલું હોવું જોઈએ, કે જે વાત હમણાં તેને જાતિસ્મરણથી યાદ આવી જણાય છે. - આ પ્રમાણે વિચાર કરતા શ્રેણીએ હર્ષિત વદને જણાવ્યું કે- રાજકુમારી ! ભરૂચ્ચ Jun Gun Aaradhak TL