________________ સુદશના II 63 રથી સજ્જ કરવા લાગ્યા. સુભટો સનાહિત થયા. ભાટો સુભટોને શૂર ચડાવા લાગ્યા. વિજય ડંકા વાગવા લાગી. સંગ્રામના વાજીંત્રે આરફાલવા લાગ્યા. મેરીઓના ભાંકારથી આકાશ પુરાવા લાગ્યું. હુંકારવ કરતા અને ઊછળતાં સુભટો સજજ થઈ ઉભા. આ બાજુ શીતળ ઉપચારોથી રાજાને મૂર્છા પાછી વળી. રાજા સ્વસ્થ થયે. એ અવસરે આખા શહેરમાં સેંભ થયાના અને સુભટો સજજ થયાના વર્તમાન રાજાના જાણવામાં આવ્યા. વિજયા પ્રતિહારિણી દ્વારા રાજાએ તત્કાળ કોટવાળને બોલાવી પ્રજાને અને સુભટને શાંત કરવા જણાવ્યું. કાર્યના સત્ય પરમાર્થને જાણી કોટવાળ તરત જ સભાની બહાર આવ્યું, અને ઠેકાણે ઠેકાણે સુભટને મોકલી લોકોને સત્ય વાતથી વાકેફ કરાવી પ્રજા અને તેયાર થતા સુભટોને શાંત કર્યા. આ તરફ કપૂરથી વાસિત હરિચંદન અને કસ્તૂરી પ્રમુખ શરીર પર સિંચન કરતાં, અને પંખાથી શીતળ પવન નાંખતાં, રાજકુમારી સુદર્શના કેટલીક વારે સ્વસ્થ થઈ તરત જ ચારે બાજુ દષ્ટિ ફેંકવા લાગી. નવીન ચેતન્ય પામેલી રાજબાળા, લજજા પામતી ભૂમિ પરથી બેઠી થઈ અને રાજાના ખેાળામાં જઈ બેઠી. ભવ-ભયથી ભય પામેલી કુમારી વારંવાર તે સાર્થવાહના સન્મુખ જેવા લાગી. યૂથથી વિખૂટી હરિણીની માફક તે ખરેખર વ્યગ્ર ચિત્તવાળી જણાતી હતી. તેની આ મૂછિત સ્થિતિથી દુખિત થઈ રહેલાં માતા-પિતા અને બંધુવર્ણાદિકને Jun Gun Aaradhakti P.P.AC. Gunratnasuri M.S.