________________ સુદના નગરમાં રહેલા તે સર્વ મુનિઓને કુશળ છે. બહેન ! તને ધન્ય છે, તું કૃતાર્થ છે. તું થોડા જ ભવમાં નિર્વાણપદ પામનાર છે કેમ કે ધર્મના અભાવવાળા કુળમાં જન્મ પામ્યા છતાં અકસ્માત તને બોધ પ્રાપ્ત થયો છે. | કઈ વખત નહિ દેખેલ કે નહિ સાંભળેલ શબ્દો રાજકુમારીના મુખથી નીકળતાં જાણી, તેમ જ બિલકુલ અજાણ્યા સાર્થવાહ સાથે વાર્તાલાપ કરતી પુત્રીને દેખી, રાજાને આશ્ચર્ય સાથે મહાન કુતૂહલ થયું. રાજા બોલી ઊઠયો. પુત્રી ! આ શી વાતચીત ચાલે છે? તું શું બેલે છે? શું તે ભયનગર કોઈ પણ વખતે જોયું કે સાંભળ્યું છે? સુદર્શનાએ જણાવ્યું. પિતાજી ! આપ શાંત ચિત્તે સાંભળો. હું તે વિષે મારો જાતિઅનુભવ આપશ્રી આગળ નિવેદન કરું છું. | પ્રકરણ દશમું જાતિઅનુભવ-પૂર્વજન્મ ભરયુ શહેરની આગળ મેટા વિસ્તારમાં વહન થતી નર્મદા નદીના કિનારા પર કેરટ નામના ઉદ્યાનમાં એક મહાન વિસ્તારવાળા વડવૃક્ષ હતા. તેના ઉપર અનેક પક્ષીઓ નિવાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak