________________ સુદર્શના સુદર્શનાની વિદ્યાતિશયિતા અને રૂપાધિકતા દેખી શ્રેષ્ઠી ઋષભદત્ત પણ વિચારમાં પડ્યો કે, શું આ તે પ્રત્યક્ષ સરસ્વતી છે કે સાક્ષાત લક્ષ્મી દેવી છે? આ અવસરે કટુક, તિક્ત વિગેરે અનેક પ્રકારની ઔષધીઓને લઈને એક વૈધરાજ સભામાં આવ્યો અને તે સાર્થવાહના નજીકના આસન પર બેઠો. નજીકમાં રહેલી ઔષધીના તીવ્રગંધથી, ઘણી મહેનતે રોકવા છતાં પણ ઋષભદત્ત સાથે વાહને ઉત્કટ છીંક આવી. છીંક આવવાની સાથે જ નમો રિહંતi એ મંત્રને ઉચ્ચાર કર્યો. આ શબ્દ સાંભળતાં જ સુદર્શના સંભ્રાન્ત થઈ ગઈ. તેણી ચિતવવા લાગી કે રિહૃત કોઈ દેવવિશેષ હોવો જોઈએ કે જેનું નામ હમણાં આ શ્રેષ્ઠીએ લીધું. આ દેવવિશેષનું નામ પહેલાં કોઈ વખત કોઈની પાસે મેં સાંભળ્યું હોય તે મને ભાસ થાય છે. આ પ્રમાણે વિચાર કરતાં મન, વચન, કાયાના વ્યાપારોને રોકી, આ અરિહંત દેવનું નામ મેં કયાં અને તેના મુખથી પહેલાં સાંભળ્યું છે તે જ એક લક્ષ બાંધી કોઈ અપૂર્વ સ્થિતિમાં તે લીન થઈ ગઈ તેવી સ્થિતિમાં કેટલોક વખત રહેતાં–જાતિરસ્કૃતિજ્ઞાન (મતિજ્ઞાનને એક ભેદ છે તે)ને રોકનાર આવરણ દૂર થતાં તે લીનતામાં જ તેને પિતાને પૂર્વ ભવ સાંભરી આવ્યો અર્થાત્ પૂર્વજન્મનું જ્ઞાન થઈ આવ્યું. આ / 6 , A Gunratnasuri MS. Jun Gun Aaradhak