________________ 8. બજારમાં જતા પહેલાં ભૂલેશ્વર લાલબાગમાં બિરાજમાન ગુરુદેવને હંમેશાં દર્શન-વંદન કરતા. પિતાની ધર્મપત્નીની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા વાલકેશ્વરમાં અત્યારની જે જગ્યા છે તે જ જગ્યા જિનમંદિર માટે શેઠશ્રી વિગેરેએ પસંદ કરી. યથા સમયે મેઘનાદ મંડપથી ઓળખાતું એક મજલાવાળું શિખરબંધી, ભવ્ય જિનમંદિર પિતાના ખર્ચે તૈયાર કરાવ્યું પણ મૂળનાયક તરીકે પ્રાચીન પ્રતિમા ક્યાંથી લાવવા? તેની શેઠશેઠાણી ચિંતા કરતા હતા, ત્યાં એક મંગલ રાત્રે શેઠ અમીચંદજીને શાસનદેવે સ્વપ્ન આપ્યું. સ્વપ્નમાં અત્યારે જે મૂળનાયક શ્રી આદિશ્વર ભગવાન બિરાજમાન છે તેનાં જ દર્શન કરાવ્યાં અને સાથે જણાવ્યું કે “આ ભગવાન ખંભાતના એક જિનમંદિરના સેંયરામાં છે. તમે ખંભાત જાવ અને એ જ ભગવાનને તમારા બંધાવેલા દેરાસરમાં બિરાજમાન કરે” આવું સુંદર સ્વપ્ન આવવાથી શેઠશ્રીને હર્ષ સમાતું ન હતું. શેઠાણું પણ રાજી થયા. શેઠે પૂજ્ય મોહનલાલજી મહારાજને આ વાત કરી અને પ્રતિષ્ઠાના મુહૂત બાબત પૂછયું. ગુરુદેવે કહ્યું કે “સબ અચ્છા હો જાયેગા. ગુરુદેવના આર્શીવાદ લઈ શેઠ બજારમાં ગયા, ત્યાં એકાએક ગુરુદેવે તેડું મોકલ્યું, શેઠ ગુરુદેવ પાસે આવ્યા, પૂજ્ય ગુરુદેવે આજ્ઞા કરી આજે જ ખંભાત જાઓ અને ત્યાંના સંઘપતિ જે મૂર્તિઓ આપે તે લઈને મુંબઈ તરફ પ્રયાણ કરે. શેઠને ગુરુદેવ ઉપર અનન્ય શ્રદ્ધા એટલે તેઓ ખંભાત ગયા. સુશ્રાદ્ધ સંઘપતિ નગરશેઠ પિપટભાઈને મળ્યા તેમની સાથે રહીને બે ચાર દેરાસરમાં દર્શન કરતાં કરતાં એક દેરાસરના ભંયરામાં જે મૂતિ સ્વપ્નમાં જોઈ હતી તે જ મૂર્તિ જોઈ. શેઠ ખૂબ જ પ્રસન્ન થયા, નગરશેઠ પાસે માંગણી કરી. આ પ્રતિમા આપવાનું શેઠશ્રીનું મન ન હતું પણ અમીચંદભાઈએ લાભાલાભનાં કારણે સમજાવ્યા એટલે છેવટે સંમત થયા અને તરત જ તે પ્રતિમાજીને મુંબઈ લાવવામાં આવ્યા. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak True