________________ સુદર્શના ? રાજા–સાર્થવાહ! તમે ક્યાંથી આવ્યા? કયા દેશમાં કયા શહેરમાં રહે છે? સાર્થવાહ-મહારાજા ! ઉત્તર દિશામાં અતિ રમણીક લાટદેશ નામને દેશ છે. તે દેશમાં ભય ' નામનું શહેર છે. તે શહેરમાં મારો નિવાસ છે, અને હું હમણાં ત્યાંથી જ આવું છું. રાજા–ભચ્ચ શહેર શું બહુ મોટું છે? સાર્થવાહ-હા મહારાજા, શહેરની ચારે બાજુ ઉત્તમ શિલાઓથી બનેલો સુંદર કિલ્લો આવી રહ્યો છે. કિલ્લા પર આવેલા ઊંચાં કપિશીર્ષ અને અટ્ટાલકોએ કરી તે શહેર શત્રુઓને અતિ દુર્લધ્ય છે. કળિકાળમાં પાપને રેકવા માટે જાણે ધમરેખા સ્થાપન કરી હોય તેમ, નિર્મળ પાણીથી ભરપૂર દુર્લધ્ય ખાતિકા (ખાઈ) તે કિલ્લાની ચારે બાજુ આવી રહેલી છે. મુનિસુવ્રતસ્વામિના ચરણારવિંદથી પવિત્ર થયેલું અને તેથી જ દુનિયામાં વિશેષ પ્રખ્યાતિ પામેલું તે એક મહાન બંદર અને શહેર છે. રાજાએ ખુશી થઈ સુવર્ણ કળામાં ફરી તાંબુલ આપી ફરી પ્રશ્નો કર્યા. સાર્થવાહ? આ અશ્વો તમે કયાંથી લાવ્યા? નમ્રતાપૂર્વક સાથે વાહે જણાવ્યું કે નરનાથ ! પારકુળ અને ગીઝની પ્રમુખના અને પરાભવ કરનાર, ઉત્તર દિશામાં ઉત્પન્ન થયેલા આ મહાન તેજવી જાતિવાન અો છે. | 56 | A Gunratnasur M.S. Jun Gun Aaradhak True