________________ સુદના રસ આ વર્તમાન મેં આપને નિવેદિત કર્યા છે. ચરપુરુષનાં વચન સાંભળી રાજા કાંઈક બલવાને પ્રયત્ન કરતો હતો. તેવામાં ફરી વિજ્યા પ્રતિહારિણીએ પ્રવેશ કરી નમસ્કારપૂર્વક રાજાને વિનંતી કરી કે મહારાજા ! ઋષભદત્ત નામને સાર્થવાહ આપના દર્શનાર્થે ઉસુક થઈ સિંહદ્વાર આગળ ઊભે છે, આપની તેને માટે શી આજ્ઞા છે? રાજાએ જણાવ્યું, ભદ્ર! તેને તરત જ પ્રવેશ કરાવ. રાજાને આદેશ ઘતાં જ પ્રતિહારિણીએ સાર્થવાહને રાજસભામાં પ્રવેશ કરાવ્યો. પ્રસન્ન મુખમુદ્રાને ધારણ કરતો, હાથમાં ભેટશું લઈ જાણે કર્મવિવરે જ, રાજાને જૈન ધર્મની પ્રાપ્તિ અર્થે દૂત મોકલાવ્યો હોય નહિ તેમ સાર્થવાહ રાજાની આગળ આવી ઊભે રહ્યો. પારિસ, તુર્કસ્થાન અને ગિઝનીના ઉત્તમ અશ્વો (ઘડાઓ)નો પરાભવ કરે તેવા અશ્વોનું ભેટશું કરી, રાજને નમસ્કાર કર્યો. રાજાએ સાર્થવાહને બેસવા માટે આસન અપાવ્યું. સાર્થવાહ ખુશી થઈ રાજા આગળ આસન પર બેઠે. મહાન ગૌરવપૂર્વક રાજાએ સાર્થવાહને તંબલ આપી જણાવ્યું, સાર્થવાહ! પરિવાર સહિત તમને કુશળ છે? સાર્થવાહે નમ્રતાપૂર્વક વિવેક કરતાં જણાવ્યું. મહારાજા! મારા સર્વે પરિવારને કુશળતા છે; તેમાં વળી આપનાં દર્શનથી વિશેષ પ્રકારે અમો આનંદિત થયા છીએ. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus