________________ કુમુદોને, દિનકર કમળોને, અને મેઘ મયૂરોના સમુદાયને વિકસિત (ઉલ્લસિત) કરે છે તેમ સુદર્શના બંધુવને હર્ષોલ્લાસ આપતી હતી. સુદના 52 પર ! લિપિ, ગણિતાદિ વ્યવહારિક ઉપયોગી જ્ઞાન આપવાનો નિશ્ચય કર્યો. શુભ દિવસ દેખી રાજાએ ઉપાધ્યાયને બોલાવી સ્ત્રીવર્ગને લાયક અનુક્રમે સર્વ કળાઓમાં પ્રવીણ કરવા માટે ભલામણ કરી. ઘણા ઉત્સાહથી ઉપાધ્યાયે તેમ કરવાને હા કહી. અધ્યાપકને પારિતોષિક આપી સંતુષ્ટ કરી. સદશનાને મોટા મહોત્સવપૂર્વક શાળામાં દાખલ કરાવી. -- E પ્રકરણ આઠમું | ઋષભદત્ત સાર્થવાહ મહારાજા ચંદ્રગુપ્ત મુખ્ય સિંહાસન પર બિરાજ્યો હતો. જમણી બાજુના ભાગ પર રાજકુમારે બેઠા હતા, ડાબી બાજુના ભાગ પર સામંત રાજાઓ વિગેરેનાં આસને હતાં. બીજા પણ આજુબાજુ મંત્રી, સુભટ વિગેરેથી સભા ચિક્કાર ભરાયેલી હતી. સામંત, મંત્રી આદિ રાજાના મુખથી થતી આજ્ઞા અંગીકાર કરવાને તૈયાર હોય તેમ એકી નજરે રાજા Jun Gun Aaradhak Tu