________________ સુદના 40 51 સ્ત્રીઓ ઉજજ્વળ અક્ષતનાં પાત્ર ભરી દરબારમાં વધામણું કરવા જવા લાગી. રાજ્યમાં અમારી પડહ વજા, ગરીબ દુ:ખીઓને દાન આપવા માંડયું. સ્વજનેને સત્કાર થયો. નાગરિકેનું સન્માન થયું. માંગલિક વાજી2 વાગ્યાં. સવાસણ સ્ત્રીઓએ ધવળ મંગળ ગાયાં. અને વિલાસીનીઓએ નૃત્ય કર્યા. ઈત્યાદિ દશ દિવસ પર્યત પુત્રી વધામણાને મહત્સવ ચાલ્યા. દેવી ચંદ્રલેખાએ પણ મહાન ગૌરવથી સુંદરીને સત્કાર કર્યો અને જણાવ્યું કે બહેન ! આ પુત્રી તારા પ્રસાદથી પ્રાપ્ત થઈ છે માટે તારા પ્રસાદથી જ જલદી વૃદ્ધિ પામે. ઘણી સભ્યતાથી પ્રત્યુત્તર આપતાં સંદરીએ જણાવ્યું. બહેન ! પુણ્યની અધિકતાથી કે પુણ્યનાં કાર્યો કરવાથી કોઈપણ મનુષ્યના મનોરથ સિદ્ધ થાય છે. શુભાશુભ કાર્યમાં બીજ મનુષ્યો નિમિત્ત માત્ર છે. ખરી રીતે તે તે કાર્ય સિદ્ધ કરનાર પોતાના કર્મો જ છે. કુમારીના જન્મથી એક માસ જવા બાદ ઘણા હર્ષપૂર્વક સુંદરીએ અને રાજાએ મળી તે કુમારીનું સુદર્શના નામ આપ્યું. લાવણ્ય અને કાંતિથી પૂર્ણ શરીરવાળી કુમારી, ઉજજવળ પક્ષમાં રહેલી ચંદ્રકલાની માફક દિવસે દિવસે નવીન નવીન કળાથી વૃદ્ધિ પામવા લાગી. ચંદ્રથી જેમ રાત્રિ અને સુંગધી કમળાથી જેમ સરવર શોભે છે તેમ જનનીના ઉત્સંગમાં કુમારી શોભતી હતી. જેમાં ચંદ્ર II 51 // Jun Gun Aaradhak P.P.AC. Gunratnasuri M.S.