________________ પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, છેવોની વિવિધ પ્રકારના કર્મપરિણતિ, અને પુદગલોના નાના પ્રકારના પરિણામ, તે સર્વ ઘણી સારી રીતે જિનેશ્વર ભગવાનના કહેલ ધર્મથી સુદર્શન જાણી શકાય છે. તેમજ જીવોની દયા જાણવાનું અને કરવાનું પણ મુખ્ય માન જિનેશ્વરોને જ ઘટે છે. તમારે પણ સારી રીતે જીવદયા જાણીને કરવી જોઈએ. વિગેરે સામાન્યથી ધર્મનું 5o | રહસ્ય રાણીને સમજાવ્યું. સુંદરીનાં યુક્તિયુક્ત વચન સાંભળી, ચંદ્રલેખાએ જણાવ્યું કે હેન! તારું કહેવું સત્ય છે. તેમાં કાંઈ સંદેહ જેવું નથી. ઈત્યાદિ ધાર્મિક વાર્તા-વિનોદ કરતાં અનુક્રમે નવ માસ વ્યતીત થતાં, સારા દિવસે અને સારા મતે રાણીએ પુત્રીનો જન્મ આપ્યો. સાત પુત્ર પર પુત્રીને જન્મ થતાં આખા શહેરમાં આનંદ થયો. રાજા રાણીના પણ હર્ષને પાર ન રહ્યો. વધામણી આપનાર કમળા ધાવ માતાને રાજાએ શરીર ઉપરના તમામ અલંકારો આપ્યા. આખા શહેરમાં વધામણું શરૂ થયું. બંદીવાનોને છોડી મૂકયા. અમુક અમુક જાતના કરો માફ કર્યો, કેટલાક ઓછા કર્યા. માન ઉન્માનની વૃદ્ધિ કરાવી, સ્થાને સ્થાને રમત ગમ્મતના અખાડાઓ અને માંચાઓ ઊભા કરાવ્યા. દ્વારે દ્વારે ચંદનનાં તોરણ બંધાવ્યા. સ્થળે સ્થળે સુગંધી પાણી છંટાવ્યા. બજારો, મહેલો અને ગૃહો શણગારવામાં આવ્યા. સ્થાને સ્થાને નૃત્યાદિ નાટકાદિ 13 ઓચ્છવો શરૂ થયા–સુગંધદાર ધૂપ બહાર દિશાઓમાં ફેલાવા લાગે. સુંદર શૃંગાર પહેરી સધવા A Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tr + 50 || III