________________ સુદર્શન પ્રકરણ સાતમું સુદર્શનાનો જન્મ આનંદમાં અને આશામાં કેટલાક દિવસો પસાર થયા. તેટલામાં ગભવૃદ્ધિ પામવાનાં શુભ ચિહ્નો રાણીના શરીરમાં પ્રગટ થવા લાગ્યાં. તે દેખી રાણીને વિશેષ સંતોષ થયે. ગર્ભને વહન કરતાં શુભસૂચક અનેક પ્રકારના દેહલાઓ પણ ઉત્પન્ન થયા. જાણે હું આખા દેશમાં દ:ખી જીવોને દાન આપું. જિનમંદિરમાં અષ્ટાદ્દિકા મહોત્સવ કરાવું. પરમ ભક્તિએ સાધુજનને ભક્ત, પાન, ઔષધાદિ આપુ વિગેરે. આ દોહલાઓ રાજાએ પૂર્ણ કરી આપ્યા. રાણી 'ચંદ્રલેખા ગર્ભના અનુભાવથી સાધુજનેને યથાયોગ્ય નિર્દોષ આહારાદિ આપવા લાગી. પોતાના મનોરથને પૂર્ણ કરતી હર્ષિત હદયવાળી રાણી સુંદરીને કહેવા લાગી. સુંદરી! ખરેખર આ જગતમાં તારો ધર્મ (તું જે ધર્મ માને છે તે) સુખદાઈ છે. સુંદરીએ પણ અવસર ઉચિત જણાવ્યું કે, બહેન! જિનેશ્વર ભગવાનને કહેલો ધર્મ નિશ્ચય મોક્ષસુખનું કારણ છે, બાકી બીજુ સર્વ દુનિયામાં મહરાજાનું ચેષ્ટિત છે. Ad Gunratnasuri M.S. Jun Gun Aaradhak # 49