________________ સુદર્શના II 48 | સમૃદ્ધિ પામે છે. જે મનુષ્ય પદ્મસરોવરમાં બેસી નલિનીપત્રમાં હર્ષ પામતે પાયસનું (ખીરનું) ભોજન કરે છે, તે મનુષ્ય દરિદ્ર હોય કે દાસ હોય છતાં તત્કાળ રાજ્ય પામે છે. જે માણસ સ્વપ્નમાં કઈપણ પ્રકારે દેવભુવન પર, ધવલગૃહ પર, ખીરવાળાં વૃક્ષ (વડ-રાયણાદિ ) પર ચડીને જાગૃત થાય છે તે રિદ્ધિ, સત્કાર અને સન્માન પામે છે. જે મનુષ્ય સ્વપ્નમાં સરોવર, દ્રહ અથવા સમુદ્રને લીલામાત્રમાં તરી જાય છે તે દેવસુખ ભોગવી નિર્વાણ સુખ પામે છે. જે મનુષ્યને સ્વપ્નમાં વેતાલ, ભૂત, ડાકિની, નાહાર અને શિગડાંવાળા પ્રાણિઓ તીક્ષ્ણ શસ્ત્રવડે ભય પમાડે તે મનુષ્ય મહાન કષ્ટ-વ્યસન પામે છે. જે મનુષ્યના કંઠમાં પાછલી રાત્રીએ સ્વપ્નમાં ત, સુગંધી પુષ્પની માળા કોઈ પણ સ્થાપન કરે છે તે નાના પ્રકારની રિદ્ધિ અને પુત્રી આદિ સંતાન પામે છે. બહેન ચંદ્રલેખા ! તેં આજે પાછલી રાત્રિએ આ સ્વપ્ન જોયું છે જે ચાંચમાં પુષ્પમાળા લઈ સેનાની સમળી મારી પાસે આવી અને તે મારા કંઠમાં આરોપણ કરી. આ સ્વપ્ન તને ઉત્તમ પુત્રીની પ્રાપ્તિ સૂચવનારું છે. તે પુષ્પમાળા વેત અને સુગંધી હોવાથી નિર્મલ શીયળ ગુણવાળી અને તમને સુખ આપવાવાળી પુત્રી થશે. ઇત્યાદિ સ્વનના ગુણ દોષ સૂચવનાર સુંદરીનાં વચને સાંભળી ચંદ્રલેખાને ઘણો હર્ષ થયું. તે દિવસથી ચંદ્રલેખા ધર્મકર્મમાં વિશેષ પ્રકારે સાવધાન થઈ દિવસ પસાર કરવા લાગી. AC Gunratnasuri M.S. જ ! 48i Jun Gun Aaradhak Trus