________________ ચંદ્રલેખાને મહેલે આવી. દેવીએ આપેલી શેષ ચંદ્રલેખાના હાથમાં આપી તેણીએ જણાવ્યું કે બહેન! તને પુત્રી થશે. તેની નિશાની તરીકે આજ રાત્રિએ તેં આવું સ્વપ્ન જોયું છે કે સેનાની એક સમળી ચાંચમાં શ્વેત પુષ્પની માળા લઈને આવી અને રાત્રિને અંતે તું સુદર્શન છે સુખનિદ્રામાં હતી ત્યારે તારા કંઠમાં તે માળા તેણીએ આરોપણ કરી. / 47 | તે સાંળળી ચંદ્રલેખાએ જણાવ્યું કે–બહેન ! તારું કહેવું સર્વ સત્ય છે. મને તે જ સ્વપ્ન આવ્યું છે, પણ આ વાતની તને કેમ ખબર પડી? તે સાંભળી સુંદરીએ રાત્રિને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. વિશેષમાં જણાવ્યું કે, આ સ્વપ્નનું ફળ પંદર દિવસમાં તમને મળવું જોઈએ શાસ્ત્રમાં કહ્યું છે કે–સુખે સૂતેલા મનુષ્ય રાત્રિને પહેલે પહેરે જે સ્વપ્ન જોવે છે તેનું ફળ એક વર્ષને અંતે મળે છે. બીજે પહેરે જોયેલા શુભાશુભ સ્વપ્નનું ફળ આઠ મહિને મળે છે. ત્રીજે પહેરે દેખેલ સ્વપ્નનું ફળ છ મહિને મળે છે અને રાત્રિના ચોથા પહેરે દેખેલ સ્વમનું ફળ પંદર દિવસે મળે છે. જે મનુષ્ય સ્વમમાં પોતાને સ્નાન કરતે, વિલેપન કરતે, અલંકાર પહેરતો, હર્ષ પામતો અને ગાયન કરતો દેખે છે તે અનેક પ્રકારના અનર્થ પામે છે જે મનુષ્ય, સ્વપ્નમાં પોતાને અશચિથી ખરડાયેલા શરીરવાળો અથવા ખાઈમાં પડેલો જોવે છે તે દિવ્ય યોગથી અચિંત્ય અભ્યદય પામે છે. જે મનુષ્ય પોતાને હાથી, ઘોડા, રથ વૃષભ અને ઉત્તમ વિહંગમ ( આકાશમાં ચાલવાવાળા) પ્રાણી ઉપર બેઠેલો સ્વપ્નમાં દેખે છે તે અનેક પ્રકારની P.P.Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak !