________________ સુદર્શન છે 53 , સંમુખ જોઇ રહ્યા હતા. આ અવસરે વિજયા નામની પ્રતિહારિણીએ પ્રવેશ કરી, રાજાને અર્ધાગથી નમસ્કાર કરી વિજ્ઞપ્તિ કરી કે, સ્વામિનું ! રત્નાગિરિના બંદરથી ચરપુરુષ આપને મળવાને માટે આવ્યો છે તેનું મુખ પ્રસન્ન અને વિશેષ ઉત્સુક હોય તેમ જણાય છે, પણ દ્વારપાળે રોકવાથી આપની આજ્ઞાની રાહ જોતે દ્વાર આગળ ઊભો છે. તેને અંદર પ્રવેશ કરાવવા માટે આપની શી આજ્ઞા છે? રાજાએ વિચાર કર્યો કે તે ચરપુરુષ કેઈ ઉત્તમ વહાણ આવ્યાની ખબર આપવા આવવો જોઈએ. કારણ કે રત્નાગિરિના બંદર પર તે કાર્ય માટે જ તેને રોકવામાં આવ્યો છે. તે ચર તુષ્ટિદાનને લાયક છે. ઇત્યાદિ વિચાર કરી રાજાએ પ્રતિહારિણીને જણાવ્યું કે–ભદ્ર ! તેને તું જલદી પ્રવેશ કરાવ. રાજાની આજ્ઞા મળતાં જ તે ચરપુરુષ સભામાં આવ્યો. રાજાને નમસ્કાર કરી તેણે જણાવ્યું–મહારાજા ! આવતાં વહાણોની તપાસ રાખવા માટે રત્નાગિરિ બંદર પર આપના નિયોગથી યોજાયેલો હું આપને અનુચર છું. હું નિરંતર વહાણોની તપાસ રાખું છું અને તેથી વહાણ જેવાથી મને કાંઈ આશ્ચર્ય થતું નથી. પણ આજ પ્રભાતે જ્યારે ઉત્તર દિશા તરફ નજર કરી હ' આવતાં વહાણે દેખતો હતો તેટલામાં મહાન વિસ્તારવાળું, દૂરથી આવતું એક વહાણુ મારા દેખવામાં આવ્યું. તે જોતાં જ મને મોટું આશ્ચર્ય થયું. II 3 II P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust