________________ || છે સુદર્શના // 593il. હૃદયને આલ્હાદ ઉત્પન્ન કરી શાંતિ અર્પે છે. હે સ્વામી! તમારે મહિમા કરનારી અંબાજીના શિખર પર રહેલી અંબિકા દેવીને જોતાં મવિિર ભગવાનની ભક્તિ કરવાવાળી આ દેવી છે. એ વિચાર આવતાં તેને ધન્યવાદ આપતાં હૃદય ગુણાનુરાગી થઈ હર્ષ પામે છે. આપની આજ્ઞાપૂર્વક આ પહાડ ઉપર તપ સંયમ કરનાર શાંબ, પ્રદ્યુમ્નાદિ મુનિવરોને તેમના ગુણોનું અનુમોદન કરવાપૂર્વક હું નમસ્કાર કરું છું. હે નાથ ! આજે તને નમસ્કાર કરવાથી અમારે માનવ જન્મ, જીવિતવ્ય, યૌવન, જ્ઞાન, વિજ્ઞાન અને લક્ષ્મી એ સર્વનું ફળ મને આજે જ મળી ચૂકયું છે. હે દેવેંદ્રોથી વંદિત નેમનાથ પ્રભુ! કુકર્મવન કાપવાને તીક્ષણ ધારવાળા ચક્ર તુલ્ય અમૃતના અંજન સદશ ફરી પણ તારું દર્શન અને પ્રાપ્ત થજો. ઇત્યાદિ સ્તુતિ કરી સર્વ સંઘ મંદિરની બહાર આવ્યો. એ અવસરે ભુવનભાનુ નામના ધર્મગુરુ ત્યાં ધર્મ પાળના દેખવામાં આવ્યા તેમને નમસ્કાર કરી, ધર્મદેશના સાંભળી, શરીરની અસારતા અને આયુષ્યની ક્ષણભંગુર સ્થિતિ જાણી સંસારવાસથી વિરક્ત થયેલા ધર્મ પાળે ત્યાં જ તે ગુરુશ્રી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું અને પ્રતિબંધના ભયથી તરત જ અન્ય સ્થળે તે ગુરુશ્રી સાથે વિહાર કરી ગયા. નિર્દોષ ચારિત્રવાળો ધર્મ પાળ સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા અને ત્યાંથી એવી માનવદેહ પામી નિર્વાણ પામશે. પિતાનાં મિત્ર ધર્મ પાળના ચારિત્ર ગ્રહણથી ધનપાળને વૈરાગ્ય પણ વૃદ્ધિ પામે. || 8 | B .Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus