________________ સુદશ ના છે પ૯૨ સમુદ્રમાં બૂડતાં પ્રાણીઓને તારા જીવનચરિત્રનું અનુકરણ જ જહાજતુલ્ય છે. હે કર્મ પરિણામ મહારાજને પરાભવ કરનાર ! બાવીસમા તીર્થાધિનાથ નેમનાથ પ્રભુ તું ચિરકાળ પર્યત જીને તારક થા. હે મહાપ્રભુ ! સદ્ભાવનાવાળી અમારી તારા પ્રત્યે છેવટની એ જ યાચના છે કે જ્યાં સુધી અમે નિર્વાણ પદ ન પામીએ ત્યાં સુધી દરેક ભવમાં યાને દરેક ક્ષણોમાં તમારા આત્મિક ગુણોનું અખંડ સ્મરણ રહે. આ પ્રમાણે ઘનપાળાદિએ રસ્તુતિ કરી રહ્યા બાદ ભક્તિના આવેશમાં ધર્મપાળ ફરી પણ તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. હે દેવાધિદેવ ! પ્રણતજનવત્સલ, મનવાંચ્છિતપ્રદાતા આ રૈવતાચળના પહાડ પર તારા આજે ફરીને મને દર્શન થયાં છે. તારા સુખદ દર્શનથી તપ, સંયમમાં પ્રયત્ન કરનારની માફક અતિ દુઃસહ પણ રસ્તાને પરિશ્રમ આજે મને સુખાવહ થયો છે. હે નાથ! તારા દર્શનથી મારું હૃદય હર્ષિત થાય છે, કપોલ વિકસિત થાય છે, ત્યારે નેત્રે હર્ષાવેશથી રડે છે. ગજેંદ્રપદ કુંડના જળની માફક તારું દર્શન આંતરમળને દૂર કરે છે. (તે જળ તે બાહ્ય મળ દૂર કરે છે.) તૃષ્ણારૂપ તૃષાને નાશ કરે છે અને કર્મસંતાપના તાપને અપહરણ કરે છે, અહીં આપનું દીક્ષા કલ્યાણક થયું છે. આ સ્થળે કેવળજ્ઞાનકલ્યાણુક થયું છે. પેલા પ્રદેશમાં નિર્વાણ કલ્યાણક થયું છે. ઇત્યાદિ વિચાર કરતાં અને તે પવિત્ર પ્રદેશોને નિહાળતાં આ રૈવતાચળના તે તે પ્રદેશો II P Ac. Gunrainasun M.S. Jun Gun Aaradhak