________________ કે વીર્યવાનું તમને અમે નમસ્કાર કરીએ છીએ. મોહનિદ્રામાંથી જગતને જાગૃત કરનાર, આત્મિક માર્ગ બતાવી જગત જીવોને નિર્ભય કરનાર અને જન્મ, મરણાદિ અનંત દુઃખથી મુક્ત કરનાર તું જ છે. હે દેવ! તે પોતે જ જીણુતૃણની માફક રાજવૈભવ અને સુશીલ રાજકુમારી રાજીમતીને ત્યાગ કરી, સંયમમાગ ગ્રહણ કરી યાદવ વંશને ઉજજવળ કર્યો છે. તેવી જ રીતે ઉજજવળ કરો. હે દેવ! આ સર્વ ભુવનને જીતનાર દુર્ધર કામરૂપ ગજેંદ્રના કુંભસ્થળનું વિદારણ કરવાને તેં સિંહ સમાન આચરણ કર્યું છે. તે પરૂપ દાવાનળથી કર્મવન બાળી નાખ્યું છે. તેં દુરંત પાપવલ્લીઓને ઉચ્છેદ કરી, આત્મગુણરૂપ કલ્પવૃક્ષના આરામને પોષણ આપવામાં અમૃતની નીક સમાન આચરણ કર્યું છે. પ્રચંડ કષાયાનલથી સંતપ્ત જીવસમૂહને શાંત કરવાને ધર્મદેશનારૂપ જળધરની આ દુનિયા પર તેં અમૂલ્ય વૃષ્ટિ કરી છે. નિર્મમત્વરૂપ વજાથી મહાપર્વતને તેં વિનાશ કર્યો છે. સર્વ ભાષાનુગામી વાણીવડે તે અનેક જીવોને તત્ત્વજ્ઞાન આપ્યું છે. મનુષ્ય તો શું? પણ તિર્યંચ વિગેરે પણ તારી વાણુથી બોધ પામ્યા છે. નિર્વાણુ માર્ગના રસ્તામાં વાયુથી નહિ બુઝાય તેવી દીપિકા (દીવા) સમાન તારી વાણી જ અખંડ પ્રકાશ આપી રસ્તો બતાવનારી છે. પ્રબળ મિથ્યાત્વાંધકારને દૂર કરવાને સૂર્ય સમાન તારી વાણી જ સમર્થ છે. પ્રભુ ! ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષાદિ ગુણરૂપ રત્નને તું જ રત્નાકર છે. દુઃખસમૂહથી ભરેલા નારકી જીના નિવાસવાળા નરકાવાસનાં દ્વારો બંધ કરવાને તારી વાણી જ અર્ગલા ભાગળ)નું કામ કરે છે યા ગરજ સારે છે. સંસારPP. Ac. Gunratnasuri MS Jun Gun Aaradhak Trust