________________ સુદર્શના Hii તું આપ તથા છેવટે આ સિદ્ધશિલા ઉપર નિર્વાણ સ્થાનમાં અમારે નિવાસ થાય તેમ તું કર. જ આ અમારી મનોગત ભાવનાને પ્રગટ કરવાને માટે આ બાહ્ય આકારમાં અમે આપની સમક્ષ આ મનોગત ભાવનાનું ચિત્ર આલેખ્યું છે, આગળ ચાલતાં તે પ્રભુની પાસે પુષ્પો અને ફળો મૂકવામાં આવ્યાં. તે વખતની મનેગત ભાવના એવી હતી કે-આ પુષ્પની સુગંધીની માફક અમારું શિયળાદિ સદાચરણ નિરંતરને માટે સુગંધિત રહે. તેમાં અતિચાર કે દેષરૂપ દુર્ગધતા બિલકુલ પ્રાપ્ત ન થાઓ, ફળ મૂકવાની સદૂભાવના એવી હતી કે–હે પ્રભુ ! સર્વ કર્મના નાશરૂપ આત્મસ્વરૂપ એ જ ઉત્તમ ફળ અમને આપો. પ્રભુના ઉત્તમ ગુણની સુગંધને તથા આત્મજ્ઞાનના પ્રકાશને લોકોની આગળ પ્રગટ કરતા હોય તેમ તે પ્રભુની પાસે ધૂપ અને દીપક પ્રગટાવવામાં આવ્યાં. જગતના છત્ર તુલ્ય. જગતના ઢાંકણુ તુલ્ય, મહને પરાજય કરી વિજયધ્વજા ફરકાવનાર જગતના સ્વામી, જગત પૂજ્ય ઈત્યાદિ માનસિક સદૂભાવનાઓને સદૂભાવરૂપે કરતાં શ્રી સંઘે પ્રભુના મસ્તક પર છત્ર ચડાવ્યું. ચંદ્રવાઓ બાંધ્યાં. શિખર પર ધ્વજા આરોપણ કરી. ચામરોથી વિંક્યા. અને આરતિ પ્રમુખ ઉતારી છેવટે ધનપાળાદિ શ્રી સંધ તે પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. - હે બાળબ્રહ્મચારી ! દેવાધિદેવ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ અને અનંત Ac. Gunratnasur M.S. { } 590 | Jun Gun Aaradnak