________________ સુદર્શના | 594 પ ક ગિરનારના પહાડ પર અષ્ટાલ્ફિકા મહેચ્છવ આઠ દિવસ સુધી કરવામાં આવ્યો. વિવિધ પ્રકારની પ્રભુભક્તિ સત્સમાગમ, આત્મવિચારણાદિ ધર્મકર્તવ્યમાં આનંદ કરતો સંધ ત્યાં અષ્ટાહિકા મહોચ્છવ પૂર્ણ થતાં તેમનાથ પ્રભુને નમસ્કાર કરી, ધનપાળ સંઘસહિત વારંવાર પાછું વળીવળીને જોતો પહાડથી નીચે ઉતર્યો. પોતાનું હૃદય ત્યાં જ મૂકી શરીરમાત્રથી ધનશ્રી સાથે સંધ સહિત ધનપાળ પાછો હિરણ્યપુરમાં આવી પહોંચ્યા. આ પ્રમાણે તીર્થઉન્નતિ યાને શાસનઉન્નતિ કરી. ધનપાળ ધનશ્રી સહિત સ્વર્ગ ભૂમિમાં જઈ વસ્યા. ત્યાં ઘણા કાળપયત દિવ્ય વૈભવને અનુભવ કરી (શુભકમ ખપાવી) માનવજન્મ પામી નિર્વાણપદ પામશે. અહીં સુદર્શના પ્રમુખ ઉત્તમ જીવોનું ચરિત્ર પૂર્ણ થાય છે. ઉત્તમ ગુણોનું અનુમોદન અને અનુકરણ કરી કહેવાવાળા અને સાંભળવાવાળા યાને વાંચવાવાળાના ભવભયને ઉચ્છેદ થાઓ. ચિત્રાવાલ ગચ્છમાં મંડનભૂત ભવનચંદ્ર ગુ થયા હતા. તેમના શિષ્ય દેવભદ્ર મુનિ હતા. તેમના ચરણના સેવક જગચંદ્રસૂરિ હતા. તેમને દેવેન્દ્રસૂરિ તથા વિજયચંદ્રસૂરિ બે શિષ્ય હતા. આ પ્રબંધ માગધી ભાષામાં શ્રીમાનું દેવેંદ્રસૂરિએ લખ્યો છે. परमथ्था बहुरयणा दोगच्चहरा सुवन्नलंकारा।। सुनिहिव्व कहा एसा नंदउ विबुहस्सिया सुइरं // 1 // } || 54 . Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu