________________ સુદર્શન II 41 || તે સ્ત્રી હસતી નથી, બેલતી નથી, તેમ આનંદથી કોઈની સન્મુખ પણ જોતી નથી. ચૂથથી ભ્રષ્ટ થયેલી (વિખૂટી પડેલી) હરિણીની માફક ઉદાસપણે બેસી રહી છે. તેણીનું રૂપ સંદર હોવાથી લોકો તેને સુંદરી કહી બોલાવે છે, ઘણા આગ્રહથી લોકો તેનું નામ, ઠામાદિ પૂછે છે પણ તે બિલકુલ જણાવતી નથી. જે મનુષ્ય તેણીનું રૂપ જુવે છે તે પિતાનું ભાન કે લક્ષ ભૂલી જઈ ચિત્રાલેખિતની માફક નિષ્ટ થઈ તેણીના પાસે બેસી રહે છે. કમલાનાં આ વચનેથી રાણીને મહાન કુતૂહલ થયું. રાણી-કમલા ! જો એમ જ છે તે મારે તે નવીન સ્ત્રીને જેવી છે અને હું તેને ગમે તે પ્રકારે પણ બોલાવીશ. માટે તું ફરીને પાછી ચંદ્રશ્રેષ્ઠીને ઘેર જા, અને સર્વ પરિવાર સહિત તે શ્રેષ્ઠીને કાલે આપણે ઘેર જમવાનું આમંત્રણ મારા તરફથી કરી આવ. રાણીના આદેશથી કમલા પાછી ચંદ્ર શ્રેષ્ઠીને ઘેર આવી. અને શ્રેષ્ઠીપુત્રને સર્વ પરિવાર સહિત કાલે સવારમાં રાણીને મહેલે ભોજન નિમિત્તે આવવાનું આમંત્રણ કર્યું. કેટલોક આગ્રહ કરાવવા પછી શ્રેષ્ઠીએ રાણીનું નિમંત્રણ કબૂલ રાખ્યું. પ્રાતઃકાળ થતાં જ રાણીના મહેલે સરસ રસવતી તૈયાર થવા લાગી. રસોઈ તૈયાર થતાં Jun Gun Aaradhak P.P.AC. Gunrainasuri MS K 41 II