________________ સુદર્શના આ પ્રમાણે ચંદ્રલેખાનો આદેશ થતાં કમળા પણ ઉચિતતાને લાયક ભેટશું લઈ ચંદ્રશ્રેષ્ઠીને ઘેર ગઈ “રાણી ચંદ્રલેખા તરફથી મારું આગમન થયું છે અને આ વધામણું તેમણે મોકલાવ્યું છે.” વિગેરે હકીકત ચંદ્રશ્રેષ્ઠીને જણાવી કમળા તત્કાળ પાછી ફરી, રાણીની પાસે આવી, અને શ્રેષ્ઠીના ઘર તરફના નવીન વર્તમાન જણાવવા લાગી. I 40 || ના પ્રકરણ છઠું સ્ત્રીરતન અને રાણી ચંદ્રલેખા કમલા-મહારાણી ! તે શ્રેષ્ઠીના ઘરના આંગણામાં પણ એટલાં બધાં લોકો એકઠાં થયાં છે કે તે મોટા વિસ્તારવાળા ભાગમાં પણ સમાઈ શકતાં નથી. રાણી–તેમ થવાનું કારણ શું? કમલા–સ્વામિની ! શેઠને ઘેર સ્ત્રીઓના સર્વ ઉત્તમ ગુણોથી ભરપૂર એક સ્ત્રીરત્ન છે તેને જોવા માટે લોકે વિશેષ એકઠા થાય છે. મારું તો એમજ માનવું છે કે દેવલોકમાંથી દેવાંગનાપણું મુકાવીને તેને અહીં લાવવામાં આવી છે. મ ને I so | -- -- SAC Guatnas Jun Gun Aaradhak Tru2