________________ સુદર્શાના ૪ર જ સ્નેહપૂર્વક સપરિવાર ચંદ્રશ્રેષ્ઠીને ભોજન માટે બોલાવવામાં આવ્યો. ' નિરૂપમ સૌંદર્યવાળી તે સુંદરી પણ ઘણી મહેનતે રાણીના મહેલમાં આવી. તેણીને દૂરથી આવતી દેખીને જ ચંદ્રલેખા રાણીએ નિશ્ચય કર્યો કે તે સુંદરી આ જ હોવી જોઈએ. રાણીએ મોટા ગૌરવ સાથે તે શ્રેષ્ઠીપુત્રને પરિવાર સહિત ભોજન કરાવી, વસ્ત્રાદિકથી સન્માન કરી વિદાય કર્યો. શ્રેષ્ઠીપુત્રના જવા પછી રાણી ચંદ્રલેખાએ તે સુંદરીને પિતાની પાસે બેલાવી, હર્ષપૂર્વક મધુર વચને જણાવ્યું “બહેન, એક મુહૂત પર્યત તું અહીં બેસ. તારે ઉચિત વસ્ત્રાદિક લાવી હું તારું ગૌરવ કરૂં” આ પ્રમાણે કહી તેણીને જમણો હાથ પકડી ઘણી મહેનત રાણી ચંદ્રલેખાએ પિતાના ભદ્રાસન પાસે બેસારી, અને દાસ. દાસી પ્રમુખને બહાર જવાની આજ્ઞા કરી. સર્વના જવા પછી રાણી ચંદ્રલેખાએ તેને જણાવ્યું–બહેન ! તારી આવી યુવાન વય, અને સુંદર રૂપ છતાં તારા મનમાં શું ચિંતા છે કે જેનાથી આ તારું શરીર દુર્બલ થયેલું જણાય છે. તારા મનમાં શું દુઃખ છે? તારું સર્વ અંગ આમ વિછાયેલું કેમ જણાય છે? ખરેખર શિશિર ઋતુમાં હિમથી દગ્ધ થયેલી કમલિનીની માફક તું ચિંતાતુર દેખાય છે. તું મને તારું દુઃખ જણાવ; મારાથી બનશે ત્યાં સુધી હું તારું દુ:ખ દૂર કરાવીશ. તને કાંઈ A જોઈએ તો જણાવ તે વસ્તુ હું તને સ્વાધીન કરી આપું. સુલોચના ! તું જરા પણ ખેદ નહિ કર. Jun Gun Aaradhak True