________________ સુદર્શના # 581 દેવ, ગુરુ, શ્રત ઉપર પૂર્ણભક્તિ, હિત, મિત વચન બોલનાર, ધીર અને શંકાદિ દોષ રહિત જીવો ઘર્મરત્નની પ્રાપ્તિને લાયક છે. પ્રિયા ! ઈત્યાદિ કિન્નરીનાં વચનો સાંભળી મારે મિત્ર ધર્મ પાળ પ્રતિબોધ પામે. માં નેમનાથ પ્રભુને નમસ્કાર કરી તેણે ઘણા હર્ષપૂર્વક સમ્યકત્વ સહિત દ્વાદશત્રતરૂપ ગૃહરધમ અંગીકાર કર્યો. (ધનપાળ પિતાની પત્નીને કહે છે.) ધનપાળે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવાથી, તે કિન્નરીને ઘણો આનંદ થયો. તેણે કહ્યું : ઘનપાળ ! તું તો દઢ સમ્યકત્વવાનું છે. તને કાંઈ ધર્મજાગૃતિ માટે વિશેષ ભલામણ કરવાની જરૂર નથી, તથાપિ આ માનવજિંદગી પામીને જે પ્રમાદમાં પડી તે રસ્તો ભૂલી ગયે તો પછી મારી માકક તને પશ્ચાત્તાપ કરવો પડશે, માટે ભાઈ! તને છેવટની એ જ ભલામણ કરું છું કે તું તારું લક્ષ યાને કર્તવ્ય કદી ન ભૂલીશ, તે પૂછેલું અને નહિ પૂછેલું સર્વ વૃત્તાંત મેં તારી આગળ કહી સંભળાવ્યું છે. હમણાં અહીંથી હું ભયચ્ચ નગરમાં સમળીવિહાર છે ત્યાં જઈશ, કારણ કે ગીત, નૃત્યાદિ પ્રભુભક્તિ કરવાનો મારે નિત્યને સમય થઈ ચૂકયો છે. ધનપાળે કહ્યું હું તમારો મોટો આભાર યાને ઉપકાર માનું છું. તમારા સમાગમથી આજે મને અહીં મોટો લાભ થયો છે. યાત્રાએ આવવાને મહાન હેતુ તમારા સમાગમથી આજે વિશેષ પ્રકારે ફળીભૂત થયો છે. ખરેખર યાત્રા જવામાં આ પણ, મહાન હેતુ સમાયેલો છે કે P.P. Ac. Gunratnasur M.S Jun Gun Aaradhak Trus કે પ૮૧