________________ સુદર્શના | 582 સી ત્યાં તેવાં નિવૃત્તિના સ્થળે અનેક મહાપુરુષોના કે સત્સમાગમને સંગ થાય છે, તેમના સમાગમથી આત્મવિચારણા જાગૃત થાય છે. આત્મવિશુદ્ધિ માટેના પરસ્પર એક બીજા પાસેથી સદ્દવિચારોની લે-દે થાય છે. અને મહાપુરુષો તરફથી તત સંબંધી વિશેષ જાગૃતિ સાથે મૂળમાર્ગ મળી આવે છે યાને સમ્યક શ્રદ્ધાનાદિની પ્રાપ્તિ થાય છે કેટલાએક મનુષ્યો યાત્રાનો મૂળ ઉદેશ ભૂલી જાય છે. પાંચ દશ મિત્ર મળી આવાં યાત્રાને સ્થાને ફરવા કે સહેલ કરવા નીકળી પડે છે. યાત્રાને બહાને મોજશોખ ઉડાવવી, સારા સારા રસ-કસવાળાં ભેજન જમવાં, જનાવરોને ત્રાસ આપતાં ગાડીડા ઉપર ફરવું, ઈચ્છાનુસાર અમનચમન ઉડાવવાં, ગુદર્શન તે ભાગ્યે જ કરવાનાં, તીર્થસ્થાનમાં સદૃગુરાઓ છે કે નહિ ? તેની ભાગ્યે જ શોધ કરવી. કદાચ તેવી ખબર હોય તો પણ ભાગ્યે જ તેવા સમાગમનો લાભ લેવાન–જે આ પ્રમાણે યાત્રા નિમિત્તે જઈને વર્તન કરવામાં આવે છે, આવી તીર્થોની લાંબી સફર વિચારવાનું તત્ત્વજ્ઞાની ગુરુના સમાગમ સિવાય, કે ઉત્તમ વિચારવાનું સત્સમાગમ સિવાય સફળ કેવી રીતે થાય? તે વિચારવા જેવું છે. તેઓને તીર્થયાત્રાનો મુખ્ય ઉદ્દેશ ધ્યાનમાં ન હોવાથી તેમજ તેવી યોગ્ય પ્રવૃત્તિ ન હોવાથી તીર્થયાત્રાને લાભ મળી શકતો નથી. - ધર્મબહેન! મને આજે તમારા સમાગમથી આત્મધર્મમાં વિશેષ જાગતિ આવી છે. મારા મિત્રને પણ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં વ્રત અંગીકાર કરવાનું તમારા નિમિત્તથી જ બન્યું 582 || Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak The