________________ પ્રકરણ 45 મું. કિન્નરીની વિદાયગિરી અને આભાર. - કિન્નરીએ કહ્યું : ભાઈ ધનપાળ! તું પણ દઢ સમ્યકત્વવાન થઈ ધર્મમાં સાવધાન થા. સ્વાધીન યાને સ્વતંત્ર માનવજન્મ પામી જેણે પ્રબળ પ્રયત્નથી, ધર્મસેવન કર્યું નથી તેણે પિતાનો જન્મ ખરેખર વિડંબનારૂપે જ પસાર કર્યો છે સુદર્શનાર ભાઈ! તારી માફક મને સ્વતંત્ર મનુષ્યજન્મ મળ્યો હતો પણ નિયાણાના દોષથી સ્વર્ગા. 580 | R પવર્ગ સુખને હારી જઈ આ કિન્નરીના પદને પામી છું. ધી! ધી ! મારા જેવા બહુલકર્મી જીવો ચંદ્રકાંત જેવા ઉત્તમ મણિથી ચળકતા કાંકરા ખરીદે છે. જૈનધર્મ જેવા વિશાળ ધર્મને પામી મારા જેવા મૂઢ જીવો નિયાણું કરે છે. તેઓ એક કાંકણી માટે કરોડોની કિંમત યાને મિલકત હારી જાય છે. જિતેંદ્રધર્મમાં સંપૂર્ણ ભક્તિ એ દુ:ખને નાશ કરનારી છે. દુગતા નામની એક સ્ત્રીએ કેવળ ભક્તિભાવથી દેવપણું સુપ્રાસ યાને સહજ પ્રાપ્ત કર્યું હતું. મારા જેવા ચંચળ ચિત્તવાળા છ દુર્લભ માનવ જન્મ પામીને પણ તુચ્છ સુખની આશાને આધીન થઈ તે જન્મ નિરર્થક કરે છે, ત્યારે આસનસિદ્ધિસુખ પામનાર, પરિત્તસંસારવાળા છ સર્વ ગુણ સહિત પૂર્ણ ધર્મ આરાધના કરી શકે છે. સદ્દબુદ્ધિ, વિવેક, વિનય, જિતેંદ્રિયતા, ગંભીરતા, ઉપશાંતતા, નિશ્ચય વ્યવહારનિપુણતા, 13 Ac. Gunratnasuri M.S. 580 || Jun Gun Aaradhak