________________ સુદર્શના +/578 II દુર્ધર કાર્યમાં ધીર પુરુષો જ આનંદિત થઈ રહે છે. અને ભાગ્યવાન ધન્ય પુજ આ પ્રસ્તુત કાર્યને પાર પામી શકે છે. પરમપદની સંપત્તિ તેવા પ્રબળ પુરૂષના હસ્તકમળમાં જ છે. રૌદ્ર સંસારનો ઉચ્છેદ તેવા પુરુષો જ કરી શકે છે. ગૌલોકુ રણાંગણમાં તેવા વીર પુરુષો વિજયપતાકા મેળવે છે કે જેઓએ આ અનુષ્ઠાન કરવાપૂર્વક શ્રમણધમ ગ્રહણ કરેલ છે. આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી, જયઘોષ રાજા, જયાવલી રાણી સહિત પ્રતિબંધ પામે. તેઓએ સમ્યક્ત્વપૂર્વક ગૃહસ્થ ધર્મનાં દ્વાદશ વ્રતો ગ્રહણ કર્યા. તે સાથે એવો અભિગ્રહ લીધો કે-હું નિરંતર ત્રણ પ્રકારે, ત્રિકાળ, ત્રિજગતપૂજ્ય જગગુરુની પૂજા કરીશ. આ પ્રમાણે નિયમ અંગીકાર કરી, તે રાજાએ નિર્દોષપણે તે વ્રતોનું પાલન કર્યું. છેવટની સ્થિતિમાં અણસણ કરી પરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરતાં દેહને ત્યાગ કરી સનકુમાર દેવલોકમાં તે રાજા દેવપણે ઉત્પન્ન થયો. સુનંદ શ્રેણીના અગિયારે પુત્ર, ગૃહસ્થ ધર્મ ગ્રહણ કરી ઘેર આવ્યા. જિનેશ્વર પણ અન્ય સ્થળે વિહાર કરી ગયા. સુનંદશ્રેષ્ઠી, શ્રાવક ધર્મનું પાલન કરી, આયુષ્ય પૂર્ણ થતાં ધારણી પાની સાથે દેવલોકમાં ગયે. ઋષભાદિ અગિયારે શ્રેષ્ઠીપુત્રોએ, ગૃહવાસમાં રહી શ્રાવકની અગિયાર પડિમાઓ શરૂ કરી નિર્વિધ્ર પણે તે સર્વે પ્રતિમાઓ પૂર્ણ કરી. માતા-પિતાનું દેવભૂમિમાં ગમન થવાથી પોતે પોતાની II 578 || Ac. Gunrainasuri M.S. Jun Gun Aaradhak Tr