________________ સુદરાના | પ૭૭ પાત્ર પ્રમુખ ગ્રહણ કરી, માથે લોચ અથવા મુરમુંડ કરાવી, મમત્વ રહિત થઈ સ્વજનાદિકના ગૃહમાંથી નિર્દોષ ભિક્ષાવૃત્તિથી આહારાદિ ગ્રહણ કરી પિતાને નિર્વાહ કરે. ગૃહસ્થને ઘેર ભેજન લેવા જતાં (તિનાગતિપત્રાવ બાવા મિલા તિ) “પ્રતિમા અંગીકાર કરેલ શ્રાવકને ભિક્ષા આપો.” આ પ્રમાણે કહી ઊભે રહે, તે ભિક્ષા આપે તે યોગ્ય ભિક્ષા લઈ પૌષધશાળામાં 'આવી ભજન કરે વિગેરે. આ પ્રમાણે અગિયાર પ્રતિમાઓ પાળવાની છે. આ પ્રતિમા પાળવા માટેનું જે કાળજ્ઞાન બતાવ્યું છે તે ઉત્કૃષ્ટ છે. જઘન્યથી એક એક પ્રતિમા અંતમુહર્ત પ્રમાણે પણ છે. આટલો જઘન્ય વખત મરણની તૈયારી હોય તેઓને અથવા દીક્ષા લીધા અગાઉ જેને અભિપ્રાય પ્રતિમા વહન કરવાને છે તેને માટે છે. આ પ્રમાણે ગૃહવાસમાં પિતાના આત્માની તુલના કરી કેટલાએક ચારિત્ર ગ્રહણ કરે . અને કેટલાએક સ્વજનાદિકના મેહથી ફરી પાછી ગૃહસ્થાવાસમાં જઈ વસે છે. અને પિતાની શક્તિ અનુસાર ઉત્તમ આચાર પાળે છે. આ અનુષ્ઠાન શ્રાવકના સર્વ ધર્મ અનુષ્ઠાનમાં, મુગટમાં રત્ન સમાન ઉત્કૃષ્ટ છે. ગૃહવાસમાં જ આ અનુષ્ઠાન કરીને જેઓ દુર્ઘટ ચારિત્ર અંગીકાર કરે છે તેઓ પછી દુ:સહ પરિષહ આવી પડતાં ચારિત્રથી કે શુભ પરિણામથી પતિત કે ચલિત થતા નથી. આવા | પ૭૭ * * Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust