________________ સુદર્શના | પ૭૩) પાર્શ્વનાથ ભગવાનના મુખથી પિતાને વૃત્તાંત સાંભળી ઋષભદત્ત પ્રમુખ અગિયારે ઊહાપોહ કરતાં જાતિસ્મરણ પામ્યા. ભગવાને જેમ કહ્યું હતું તે જ રીતે તેઓએ પોતાના પાછલા જન્મો અનુભવ્યા. જાણ્યા-દેખ્યા. ફરી તે પુત્રોએ ભગવાનને વિજ્ઞપ્તિ કરી, કૃપાળુ દેવ ! આ દુસ્તર ભવજળનિધિથી અમારે કેવી રીતે પાર પામવો? જિનેશ્વરે કહ્યું, મહાનુભાવો ! સંસાર સમુદ્ર તરવા માટે દેશવિરનિ અને સર્વવિરતિ એમ બે રસ્તાઓ છે. તેને તમે યથાશક્તિ સ્વીકાર કરે. તેની મદદથી તમે નિર્વાણપદ મેળવી શકશો. જિનેશ્વરના વચનામૃતથી સીંચાયેલ તે પુત્રો સંગરંગથી વાસિત થયા. માતા, પિતા પાસે ચારિત્ર ગ્રહણ કરવાનો પિતાને અભિપ્રાય તેઓએ જણાવ્યો. પરમ ઉપગારી માતા-પિતા! અમને તત્ત્વને બંધ થયો છે. અનંત ભવભ્રમણથી તપ્ત થયેલા અમે બાવનાચંદનરૂપ પાર્શ્વનાથ પ્રભુના ચરણારવિંદની સેવા કરવાને ઇચ્છીએ છીએ. આ ધન, ભુવન, સ્વજન અને વિષય ઉપભોગની ઈચ્છાથી અમે નિવૃત્ત થયા છીએ. જગતજીનું ભાવદયાથી પાલન કરનાર આ મહાપ્રભુનું અમે શરણ લઈએ છીએ. અમારું અંતર તે તરફ પ્રેરાય છે, તે ચિરકાળના પ્રણયને (સ્નેહ) મૂકી ચારિત્ર લેવા માટે અમને આજ્ઞા આપે. I પ૭૩ I A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust