________________ સુના 572 અગિયારમો પુત્ર, પૌષધમાં તે સાવદ્ય–સપાપ યોગને પરિહારી હતો, પણ બારમું વ્રત પાળ્યા સિવાય તેણે ભજન કર્યું હતું. તે કારણથી સૌભાગ્યવાનું છતાં લાભ મેળવવાને કે સુખદાઈ વસ્તુનો ઉપભોગ કરવાને તે સમર્થ નથી. ખરી વાત છે, આપ્યા સિવાય લાભની પ્રાપ્તિ કયાંથી હોય ? બાકીના પુત્રોએ પોતાના લીધેલ નિયમ બરોબર પાળ્યા હતા, અને તેથી જ તે તે પ્રકારના સુખ વૈભવના જોક્તા થયા છે. સત્ય વ્રત પાળનાર પુત્ર, સુગંધી શ્વાસોશ્વાસવાળો અને સર્વ રીતે સુખી છે. ચોથો પુત્ર ચતુર્થ વ્રત પાલન કરવાથી પ્રવરરૂપ, બળ, લાવણ્ય અને સૌભાગ્યવાન થયો છે. ત્રસ, સ્થાવર જનું હિતચિતન કરતા, છઠ્ઠા વતનું અખંડ પાલન કરનાર છઠ્ઠો પુત્ર, દેશાંતર જવા સિવાય ઘેર બેઠાં પણ ઘણું ધન પેદા કરે છે, તે છઠું વ્રત પાલન કરવાનું જ પ્રભાવ છે. આઠમા વ્રતનું પાલન કરનાર આઠમે પુત્ર, નિરવ કાર્યમાં સજજ થઈ, બાલતાં સર્વ લોકોને સુખકારી થયો છે તે આઠમા વ્રતનું ફળ છે. દશમા પુત્ર દેશાવકાશિક વ્રતનું પાલન કરેલું છે તેથી તે લેશમાત્ર પણ આપદાનું ભાજન થયો નથી. હે શ્રેષ્ઠી ! આ પ્રમાણે તમારા પુત્રના વિસદુશ [ભિન્ન ભિન્ન] પણાના હેતુભૂત-વ્રત સંબંધી પાલન કરવું અને ન કરવું તે વૃત્તાંત તમને સંક્ષેપમાં કહી સંભળાવ્યો છે. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak . 3