________________ શુદશ ના ? પ્રમાણમાં દેવ, મનુષ્ય, તિર્યમાં યથાયોગ્ય, દુઃખાદિનો અનુભવ કર્યો. સુનંદષ્ઠિ! તે અગિયાર પુત્રો દૈત્યોગે તમારી ધારણી સ્ત્રીની કુક્ષીએ અહીં ઉત્પન્ન થયા છે, પૂર્વજન્મમાં કરેલ સકૃત અને દુષ્કૃતના કારણથી પરસ્પર થયેલ વિસદશપણું છે તે હું તમને સમજાવું છું. 1 તમારા વડીલ પુત્રે પ્રથમ વ્રત લઈને એક જનાવર માર્યું હતું, તે જીવહિંસાના ષથી યા વ્રતભંગના દોષથી તમારો પુત્ર કુરૂપ શરીરવાળો થયો છે. ત્રીજા પુત્રે, લોભથી ધન માટે મિત્રને દ્રોહ કર્યો હતો. તે વ્રતભંગના દોષથી તેના હાથમાં થોડું પણ દ્રવ્ય સ્થિર વાસ કરીને રહેતું નથી. પાંચમાં પુત્ર, લોભથી પાંચમા વ્રતનું ખંડન કર્યું હતું. તે વ્રતભંગના દોષથી ધન ઉપાર્જન કરવામાં તે નિરંતર આકુળવ્યાકુળ રહે છે.. સાતમા પુત્રે, જિહ્વાઈન્દ્રિયની લંપટનાથી ભોગપભોગ વ્રતને ભંગ કર્યો હતો. તે દોષથી તે તિર્ય*ચમાં ઉત્પન્ન થયો હતો. અહીં પણ તેને વારંવાર ભૂખ લાગે છે, ખાવાની પ્રબળ આસક્તિનું આ પરિણામ છે. નવમા પુત્ર, સામાયિકવ્રત લઈ, સામાયિકમાં મનાદિ વેગોને નિરોધ કર્યો નથી. તે વ્રત વિરાધનાનું ફળ તેનામાં ઘણી ચપળતા છે. પct | A Gunralnasuri M.S. Jun Gun Aaradhak Trust