________________ સુદર્શના // 5eo || રે શીધ્ર પામી શકે છે. ઉત્તમ કુળ, જાતિ, રૂપ, આરોગ્યાદિ મેળવી, ચારિત્રનું આરાધન કરવાથી સાત, આઠ ભવમાં તે જીવ મોક્ષ પણ મેળવે છે. હે મહાનુભાવો! જે આ વ્રત સર્વે લેવાને તમે સમર્થ ન હૈ તો એક એક વ્રતને પણ તમે અંગીકાર કરો જેથી તમારો માનવજન્મ સફળ થશે. ' આ પ્રમાણે કેવળજ્ઞાની ભગવાનને ઉપદેશ સાંભળી ધનદેવાદિ દશ પુત્રોએ પહેલેથી અનુક્રમે એક એક વ્રત ગ્રહણ કર્યું. અને ધનહરી નામના અગિયારમા પુત્રે છેલ્લાં બે વ્રત લીધાં સમ્યક્ત્વ અને વ્રત લઈને તે સર્વે પુત્રો પોતાના આત્માને કૃતાર્થ માનવા લાગ્યા. લક્ષ્મીપુંજ અને શીળવતીએ સંસારવાસથી વિરક્ત થઈ, કર્મગિરિને ભેદવાને વા સમાન તે સદ્દગુરુ સમીપે ચારિત્ર લીધું. ગુરુરાજને નમસ્કાર કરી તે સર્વે પુત્રો પિતાને ઘેર આવ્યા. ગુરુરાજ અન્ય સ્થળે વિહાર કરી ગયા. લક્ષ્મીપુંજ સાધુ અને શીળવતી સાધ્વી કમને ક્ષય કરી નિર્વાણપદ પામ્યાં. તે લક્ષ્મીપુંજના પુત્રોએ, પરસ્પર પ્રીતિપૂર્વક ત્રણ વર્ગનું સાધન કરતાં કેટલો એક કાળ વ્યતીત કર્યો. તે અરસામાં વૈભવઉપાર્જન કરવામાં અને પુત્રાદિસંતતિ સમાગમમાં, કેટલાએક પુત્રોએ લીધેલ વ્રતો ખંડિત કર્યા ત્યારે કેટલાકોએ આવી વ્યવહાર પ્રપંચની જાળમાં પણ લીધેલ વ્રતનું બરોબર પાલન કર્યું. વિરતિ પાળનારા અને નહિ પાળનારાએ પોતાના કર્તવ્યના Jun Gun Aaradhak જ{ | પco || Ac Gunratnasuri M.S.