________________ સુદર્શના 54 શ્રાવકની અગિયાર પડિમા. दसणवयसामाइयपोसहपडिमा अवंभसचित्ते / आरंभपेसउदिट्रवज्जणसमणभू य // 1 // માતા, પિતાએ કહ્યું : પુત્રો! તમારું કહેવું ખરેખર સત્ય છે, આત્મશ્રેય કરવું તે અવશ્ય જરૂરનું છે, પણ જ્યાં સુધી અમે આ દેહમાં રહ્યા છીએ ત્યાં સુધી તમે ગૃહસ્થ ધર્મ અંગીકાર કરો. અને આ દેહથી અમે જ્યારે મુક્ત થઈએ ત્યારે તમને જેમ યોગ્ય લાગે તેમ કરજે. અત્યારે અમારી પૂર્ણ વૃદ્ધાવસ્થા છે. આવી સ્થિતિમાં અમારે ચારિત્ર લેવું અને પાળવું તે અશકય જેવું છે તેમ પુત્રો સિવાય નિરાધારપણે ઘેર રહેવું તે પણ અયોગ્ય છે. માટે પુત્રો ! અમારું કહેવું હાલ માન્ય કરી ગૃહસ્થધર્મ અંગીકાર કરો. ઉપગારી માતા, પિતાનાં આ વચને સાંભળી, તેમના કહેવાના આશયનું પરિણામ વિચારી પુત્રોએ તેમનું કહેવું માન્ય કર્યું. તે સર્વે પાશ્વપ્રભુ પાસે આવી કહેવા લાગ્યા. ' દેશવિરતિથી ઉપર અને સર્વવિરતિથી નીચે, સંસારમાં રહીને કરી શકીએ તેવો કોઈ પણ રસ્તો છે? કૃપાળુ દેવે કહ્યું : હે મહાનુભાવો ! ગૃહસ્થાશ્રમમાં રહી ગૃહસ્થોને કરવા લાયક અગિયાર પડિમાઓ (અભિગ્રહ વિશેષ) છે. ગૃહસ્થ અવસ્થામાં તે ઉત્કૃષ્ટ વ્રતરૂપ ગણાય છે. તે આ પ્રમાણે છે| દર્શન. 1, વ્રત. 2, સામાયિક. 3, પૌષધ. 4, કાયોત્સર્ગ. 5, અબ્રહ્મત્યાગ. 6, સચિત્ત VeII Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Tu