________________ સુદર્શન / 562 પામી તે ધનવતી તે તું અહીં શીલવતીપણે ઉત્પન્ન થઈ છે. પૂર્વભવમાં હાર લેવાથી ઉત્પન્ન થયેલા દુષ્કતના સબબથી, અગિયાર વર્ષપર્યંત તને પુત્ર માટે કલેશ સહન કરવો પડે હતો. જિનપૂજાના પુન્ય પ્રભાવથી તમને પુત્રાદિની સંપત્તિ મળી આવી છે. અને નિશ્ચળ સમ્યકત્વ ગુણવાળા ગૃહર-થધર્મની પ્રાપ્તિ પણ જિન-પૂજાના શુભભાવથી જ થઈ છે ને લક્ષ્મીવતી મરણ પામીને તારી કલદેવીપણે ઉત્પન્ન થઈ છે. તે હાર છુપાવવાના કર્મવિપાકથી આ સર્વ ઉપસર્ગો તે દેવીએ તને કર્યા છે. ઈત્યાદિ પોતાના પૂર્વજન્મને વૃત્તાંત સાંભળી શુભભાવે શીળવતીને જાતિસ્મરણ પ્રાપ્ત થયું. ગુરુશ્રીના કહેવા મુજબ તેણે પોતાને પાછલો જન્મ દીઠે. શીલવતી બોલી ઊઠી : અહા ! થોડા પણ અશુભકર્મને કેટલો બધે વિપાક? ગુરુએ કહ્યું : ભદ્ર ! જધન્ય પરિણમે પણ કરેલ અશુભ કર્મને વિપાક જીવને દશગણો ભોગવવો પડે છે કહ્યું છે કે वहमारणअब्भक्खाणदाणपरधविलोवणाईण / सव्वजहन्नो उदओ दसगणिओ इसिकयाणं // 1 // तिव्वयरे उवओसे सयनगुणिओ सयसहस्स कोडिगुणो। : कोडाकोडिगुणो वा हुज्ज विवागो बहुतरो वा // 2 // Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trus | 562