________________ જના * 561 સ્થળે પડી ગયો. તે હાર ધનવતીના દેખવામાં આવ્યું. પરદ્રવ્યમાં લુબ્ધ આશયવાળી ધનવતીએ તે હાર લઈ પોતાના ઘરના ખૂણામાં ગુપ્તપણે છુપાવી રાખે. તે લક્ષ્મીવતી પિતાને હાર ખોવાયેલો જાણી, તેની ચિંતાના દુ:ખથી બેભાન પડી પોકાર કરતી દુઃખણી થઈ તે હાર શોધવા અને રડવા લાગી. હાર કોઈ પણ સ્થળેથી હાથ ન લાગ્યો ત્યારે કંઠ મોકળા મૂકી રડતાં કુસુમ, તંબાળ અને ભજનનો ત્યાગ કર્યો, આવી રીતે અગિયાર ઘડીપર્યત સર્વસ્વ નાશ થયો હોય તેમ દુ:ખણી થઈ રહી. હારના વિયોગથી આવી સ્થિતિમાં આવી પડેલી લક્ષ્મીવતીને જાણી ધનવતીને પશ્ચાત્તાપ થયો. તેણે તેની પાસે આવી કહ્યું–બેન ! તારો હાર મને મળી આવ્યો [જો] છે. લ્યો, હાર. એમ કહી તે હાર તેને આખો. હાર મળ્યાથી લક્ષ્મીવતી ઘણી ખુશી થઈ. ધનવતીને આગ્રહ કરી. તેની બક્ષીસ તરીકે અગિઆર દીનાર (રૂપિયા) આપ્યા. ધન ઉપરના મમત્વભાવથી કેટલા જીવો દુઃખી થાય છે તેને વિચાર કરતાં, ધનવતીને હવેથી પરદ્રવ્ય ન લેવાનો દઢ નિશ્ચય થયે. લક્ષ્મીવતીએ ઘણા આગ્રહથી આપેલા અગિયાર દીનાર, તે પણ તેણે પિતાના ઉપયોગમાં ન વાપરતાં તે દ્રવ્યથી તેણીએ જિનેશ્વર ભગવાનની મટી પૂજા કરાવી. શુભભાવે તેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. બોધિબીજ ઉત્પન્ન કર્યું. ક્રમે મરણ - Jun Gun Aaradhak Trust P. Ac. Gunratnasur M.SI