________________ સુદર્શન | 560 5 આરતી ઉતારવી 6 અને કાવ્ય બાલવા આ છ કાર્યમાં છ પુત્રોને જવામાં આવ્યા હતા. બે પુત્રો ચામર ઢાળતા હતા. બે પુત્રો વાજીંત્ર વગાડતા હતા. શેઠ અને વડીલ પુત્ર હવણ-સ્નાત્ર કરતા હતા. ત્યારે શીળવતી અભિષેકાદિ પ્રસંગે જ્યાં જ્યાં સ્તુતિ કરવાની કે બલવાની હોય ત્યાં ત્યાં તે બેલતી હતી. આ પ્રમાણે શુભ કાર્યમાં આસક્ત થયેલ કુટુંબ સહિત તે શ્રેષ્ઠીના દિવસો સુખમાં પસાર થવા લાગ્યા એક દિવસે તે કાકંદી નગરીના ઉદ્યાનમાં મુનિચંદ્ર નામના કેવલજ્ઞાની આવીને સમવસર્યા તેમને નમન કરવા નિમત્તે તે શ્રેષ્ઠી સહિત નગર લોકે આવ્યા. વિધિપૂર્વક વંદન કરી ધર્મદેશના સાંભળવા માટે સર્વ લોકો બેઠા એ અવસરે શીળવતીએ કેવળજ્ઞાની ગુરુને પ્રશ્ન કર્યો કે ભગવાન ! પૂર્વ જન્મમાં મેં એવું શું કર્મ ઉપાર્જન કર્યું હતું કે અનેક ઉપાય કરવા છતાં મને એકે પુત્રપ્રાપ્તિ ન થઈ, અને ત્યાર પછી ઈચ્છા ન કરવા છતાં પણ અધિક પુત્રપ્રાપ્તિ થઈ? વળી અનાયાસે ધર્મની પ્રાપ્તિ પણ મને થઈ તેનું કારણ શું? જ્ઞાનીએ કહ્યું. કંચનપુરમાં ધનવતી નામની કર્મ કરી ઘણી ગરીબ અવસ્થાવાળી એક સ્ત્રી રહેતી હતી. તે જ નગરમાં એક ધનાઢય ગૃહસ્થની લક્ષ્મીવતી નામની સ્ત્રી રહેતી હતી તેની પાસે અગિયાર રત્ન જડેલો એક સુંદર હાર હતો. તે હાર તેની ગફલતથી ઘર બહાર કોઈ Ac Gunratnasuri M.S. || 56o | Jun Gun Aaradhak T