________________ સુદના ૫૫ટા તૈયાર છે. વિનય ભરેલાં પુત્રોનાં વચનો સાંભળી માતા ઘણી ખુશી થઈ. પોતાના પતિની પાસે જઈ. પુત્રના હિત માટે તે આ પ્રમાણે કહેવા લાગી. સ્વામીનાથ ! પૂર્વ સુકૃતના કારણથી ગૃહસ્થવાસના ફળરૂપ આપણે ઘેર પુત્રની પ્રાપ્તિ થઈ છે. ભેગાદિના સાધને આ ભવ માટે ઉપગારી છે, પણ પુત્રોના બન્ને ભવ સુખરૂપ નીવડે તે માટે તેઓને ધર્મમાગે પણ જવા જોઈએ. આપણે જે એક જિનમંદિર બંધાવ્યું હોય તે તેની પૂજાદિ કરવામાં તત્પર થઈ, આ પુત્રે ધર્મના માર્ગમાં કાયમ બન્યા રહે. શ્રેષ્ઠીને તે વાત થગ્ય લાગી. પત્નીનું કહેવું માન્ય કરી, તે શહેરના રાજાની અનુમતિ લઈ ઊંચા શિખરવાળું એક જિનમંદિર થોડા વખતમાં તૈયાર કરાવ્યું. તે મંદિરમાં શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમાજી સ્થાપન કરવામાં આવ્યાં. પ્રતિષ્ઠાન વખતે સંધભક્તિ, અમારી પડહ અને યાચકોને દાન આપવા વિગેરે કાર્યો કરવામાં આવ્યાં હતાં. ગૃહવાસમાં રહેલા ગૃહસ્થનું આ શુભ કર્તવ્ય છે. આથી ઉત્તરોત્તર આગળ વધતાં આત્મઉજજવળતા થાય છે. પિતાના જન્મનું કે જીવિતવ્યનું સદુપયોગીપણું કરવા નિમિત્તે પુત્રાદિ સહિત શ્રેષ્ઠી નિરંતર તે મંદિરમાં જિન-પૂજન અર્ચનાદિ ભક્તિ કરવા લાગ્યો. 1 નિર્માલ્ય દૂર કરવાં. ર પુષ્પો લાવવા અને ચડાવવાં, 3 પૂજા કરવી. 4 ધૂપ કરવો, ~ પટ - P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust