________________ સુદર્શના 558 માટે અધ્યાપકને સોંપ્યા. લેખનાદિ વિવિધ કળાઓમાં તેઓ થોડા જ વખતમાં પ્રવીણ થયા. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાએ લાયક સ્થળે લાયક કન્યાઓ સાથે તેઓને પરણાવ્યાં અને ચોગ્યતાનુસાર જુદા જુદા વ્યાપારમાં નિયજિત કર્યા. ધન ઉપાર્જન કરવામાં એકાગ્ર ચિત્તવાળા પુત્રોને જાણી, ભવિષ્યને વિચાર કરનારી હિતચિંતક પ્રેમાળ માતાએ એક દિવસે સર્વ પુત્રોને પોતાની પાસે બોલાવી જણાવ્યું કે-પુત્રો! જેમ તમે ધન ઉપાર્જન કરવામાં પ્રયત્નવાન થયા છે તેમ, સમગ્ર પુરુષાર્થના મૂલકારભૂત ધર્મ દ્રવ્ય ઉપાર્જન કરવામાં થડે પણ પ્રયત્ન કેમ કરતા નથી? ધર્મથી જ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. રૂપ, બલ, લાવણ્ય, પ્રવર સૌભાગ્ય અને મનોવાંછિત કાર્ય પણ ધર્મ કરવાથી જ પ્રાપ્ત થાય છે. આ ધર્મની પ્રાપ્તિ પ્રતિદિન જિનેશ્વરનું પૂજન, નમન કરવાથી, તપસ્વીઓની સેવા કરવાથી, સિદ્ધાંતનું (ધર્મશાસ્ત્રનું) શ્રવણ કરવાથી, અપૂર્વ તત્ત્વજ્ઞાનના શાસ્ત્ર ભણવાથી, તથા પ્રશમ સંવેગપૂર્વક મન, ઇદ્રિને સંયમ કરવાથી થાય છે. પુત્રો! આ કાર્યમાં તમે પ્રયત્ન કરે. માતાના માયાળુ વચને સાંભળી ધનદેવાદિ પુત્રએ નમ્રતાથી કહ્યું. માતાજી ! કર્તવ્યાકર્તવ્ય સંબંધી આપ અમને નહિ કહે તે બીજું કશું કહેશે? પ્રેમાળ માતા પણ પુત્રના ખરા હિતની ઉપેક્ષા કરે તે જરૂર તે પુત્રે ભવકૂપમાં ડૂબી મરવાના જ. આપ અમારા હિત માટે કહો છો, આપનું વચન અમારે શિરસાવંધ છે. આપ જે આજ્ઞા કરો તે આ આપના બાળકો ઉઠાવવાને Ac Gunratyasuri M.S. Jun Gun Aaradhak Tree | | પપ૮ |