________________ નિરંતર થોડું પણ ચાલનાર મનુષ્ય આગળ વધે છે ત્યારે ઝડપથી ચાલનાર પણ કઈક વખત તેટલું વધી શકતો નથી. તેમજ આત્મવિચારમાં નિત્ય આગળ વધનાર એક વખત તેની ઉપર જઈ શકે છે. પણ એક વખત ઝડપથી આગળ વધી પાછળથી મંદ પ્રયત્ન કરનાર તેટલું વધી સુદર્શના શકતો નથી. તે વાત આ દંપતીના વિચારથી સ્પષ્ટ સમજી શકાય છે. શ્રેણીના આગ્રહથી શીળવતીએ તેનું કહેવું માન્ય કર્યું તો ખરું પણ તે વિચારવા લાગી // પપળા, કે–આટલી અગિયાર વખત પ્રસૂતિ થાય, તેનાં અસહ્ય દુઃખ સહન કરવો પડે, ધર્મક્રિયામાં પણ વિધ્ર થાય, માટે એકી સાથે આ અગિયારે ગુટિકા ખાઈ જવી જેથી એક ઉત્તમ ગુણવાન પુત્ર થાય. આ ઈરાદાથી તેણે એકી સાથે અગિઆર ગુટિકાઓ લીધી. અગિયારે ગર્ભ તેના ઉદરમાં ઉત્પન્ન થયા. જેમ જેમ તે ગર્ભે વૃદ્ધિ પામવા લાગ્યા તેમ તેમ તેના ઉદરમાં વ્યથા વધવા લાગી. જ્યારે તેની વેદના અસહ્ય થઈ પડી ત્યારે તેણે ગેત્રદેવીને યાદ કરી. યાદ કરતાં ગુણાનુરાગી દેવી હાજર થઈ દૈવી શક્તિથી તેની વેદના દૂર કરી તે અદશ્ય થઈ ગઈ. ગર્ભના અનુભવથી પ્રશસ્ત દેહદ ઉત્પન્ન થયા. છેવટે પ્રસૂતિ સમયે ઉત્તમ દિવ્ય રૂપ–ધારક અગિયાર પુત્રોને જન્મ થયો. લક્ષ્મીપુંજ શ્રેષ્ઠીએ હર્ષાવેશથી મોટું વધામણું કર્યું. તે પુત્રોનાં નામ ધકાર ઉપર રાખવામાં આવ્યાં. ધાવમાતાની સહાયથી ઉછરીને ક્રમે તે પુત્ર આઠ વર્ષના થયા. પિતાએ ભણાવવા PP. Ac. Gunratnasuri M.S. |પપ Jun Gun Aaradhak Trust